અમદવાાદનો ચેતવણીરૂપ કિસ્સોઃ ભાણીયાના લગ્નમાં પાર્લરમાં તૈયાર થઈને ઉભેલી મહિલા લૂંટનો ભોગ બની, 80 વર્ષ જૂનો હાર લૂંટાયો

અમદાવાદ: શહેરમાં રહેતી એક મહિલાના બહેનના પુત્રના લગ્ન હોવાથી તેમની પુત્રી સાથે બ્યુટીપાર્લરમાં (Beauty Parlor) તૈયાર થવા ગયા હતા. ત્યાં પાર્લરમાં તૈયાર થઈ તેઓને તેમનો પૂત્ર લેવા આવવાનો હોવાથી રાહ જોઇને ઉભા હતા. તેટલામાં જ ત્યાં બાઇક પર શખશો આવ્યા અને તેમને ધક્કો મારી તેમના ગળામાંથી ત્રણેક લાખનો હાર લૂંટી ફરાર થઈ ગયા હતા. આ હાર 80 વર્ષ જૂનો હોવાનું મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. સમગ્ર મામલાને લઈને પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
કાંકરિયા પાસે રહેતા બેલાબહેન આસ્લોટ 15મી ફેબ્રુઆરી ના રોજ તેમની બહેનના દીકરા હર્ષિલના લગ્ન હોવાથી બ્યુટીપાર્લર માં તૈયાર થવા ગયા હતા. મણિનગરના સોનલ ફ્લેટ ખાતે તેઓ ગયા હતા.
આ જગ્યા પર ઘરમાં જ બ્યુટીપાર્લર ચાલતું હોવાથી તે બહેનને બેલાબહેન ઓળખતા હોવાથી ત્યાં તેમની પુત્રીને લઈને ગયા હતા. તેઓ સાંજે તૈયાર થયા બાદ તેમની પુત્રી સાથે તેમનો પુત્ર લેવા આવવાનો હોવાથી રાહ જોઇને ઉભા હતા.