गुजरात

Ahmedabad News: ATM સેન્ટરમાંથી રૂપિયા નહિ પરંતુ થઈ એવું વસ્તુની ચોરી

અમદાવાદ: સામાન્ય રીતે એ.ટી.એમ કેબિનમાં પ્રવેશી મે યેન કેન પ્રકારે મશીન તોડીને રૂપિયાની ચોરી થઇ હોવાના અનેક બનાવો સામે આવ્યા છે. જો કે શહેરના એલિસબ્રીજ વિસ્તારમાં કંઇક અલગ જ બનાવ સામે આવ્યો છે. એટીએમમાંથી ગઠિયો રૂપિયા નહિ પરંતુ ચેક ડ્રોપ બોક્ષમાંથી ચેકની ચોરી કરીને પલાયન થઈ ગયો છે.

પરિમલ ગાર્ડન પાસે આવેલ ધી કાલુપુર કોમ. કો.ઓ.બેંક.લિમિટેડમાં મેનેજર તરીકે ફરજ બજાવતા તારક પરીખે એલિસબ્રીજ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે ગત 24મી જાન્યુઆરી એ તેઓ જ્યારે બેંકમાં હાજર હતા ત્યારે બે ગ્રાહક તેમની પાસે આવ્યા હતા. અને બંને ગ્રાહક એ એ ટી એમમાં આવેલ ડ્રોપ બોક્સમાં ચેક નાખ્યા હોવા છતાં તેમના ચેક ક્લિયર થયા ના હોવાની ફરિયાદ કરી હતી.

બે ફરિયાદ મળતા ફરિયાદી એ બેંક ના કર્મચારી સાથે એ ટી એમ સેન્ટરના સીસીટીવી ચેક કરતા જોવા મળ્યું હતું કે 23 મી તારીખ એ સવારે 9.36 વાગ્યાની આસપાસ બે ઈસમો આવે છે. જેમાં એક ઈસમ એ ટી એમ સેન્ટર માં જાય છે અને કોઈ પણ સાધન વડે ડ્રોપ બોક્ષ ખોલી ને તેમાં રહેલા ચેક લઈને ફરાર થઈ જાય છે. જો કે આ ચેક કેટલા હતા અને કેટલી રકમ ના હતા તે અંગે હાલ માં તપાસ ચાલી રહી છે.

જ્યારે આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે હાલમાં સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. જો કે ચોંકાવનારી બાબત તો એ છે કે આરોપીઓએ ચેકની ચોરી શા માટે કરી.

Related Articles

Back to top button