અમદાવાદ: નશો કરીને આવેલા પુત્ર સાથે માતા અને પત્નીને થયો ઝગડો, ગણતરીના કલાકોમાં મળી લાશ
અમદાવાદ: અવાર નવાર નશો કરીને ઘરે આવતા પુત્રએ માતા અને પત્ની સાથે ઝગડો કર્યા બાદ ઘરેથી નીકળી ગયો હતો. અગાઉ પણ અનેક વાર આ યુવક ઘરેથી નીકળી જતો અને એકાદ બે દિવસમાં ઘરે આવી જતો હતો. પણ આ વખતે એવું ન થયું. પરિવારજનોના મોબાઈલમાં એક લાશનો ફોટો આવતા તપાસ કરી તો તેમના જ પુત્રની લાશ હોવાનું સામે આવ્યું હતું. ગણતરીના કલાકોમાં આ લાશ મળતા પરિવાર હેબતાઈ ગયો હતો. આખરે સોલા પોલીસે પીએમ કરાવી હત્યા થઈ હોવાનું સામે આવતા આ મામલે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરાઈ છે.
ગોતામાં આવેલા શનાવાડાનો મોટો વાસમાં રહેતા 42 વર્ષીય રૂપાબહેન ઠાકોરના પતિને મણકાની બીમારી હોવાથી ત્રણેક માસથી પથારીવશ છે. તેમને સંતાનમાં 32 વર્ષીય રાકેશ નામનો પુત્ર અને સેજલ નામની પુત્રી છે. રાકેશ ઘણા સમયથી કોઈ કામધંધો કરતો નહોતો અને નશાની લત ધરાવતો હતો. રાકેશને મોના નામની પત્ની અને 10 વર્ષનો પુત્ર પણ છે. રૂપાબહેનના પતિને અગાઉ એક લગ્ન થયા હતા જે પત્ની થકી જન્મેલા સંતાનો અલગ અલગ જગ્યા પર રહે છે. ગત રવીવાર ના રોજ રાકેશ નશો કરીને ઘરે આવ્યો હતો ત્યારે રાકેશની માતા અને પત્નીએ આ બાબતે ઠપકો આપ્યો હતો. જેથી રાકેશ ઝગડો કરો ઘરેથી નીકળી ગયો હતો. પરિવારને એમ કે અગાઉ અનેક વાર ઝગડો કરીને રાકેશ જતો રહેતો અને બેએક દિવસે પરત આવતો તેમ આવી જશે. પણ આ વખતે એવું ન બન્યું.