गुजरात

અમદાવાદના બુટલેગરો બેફામ! પકડવા આવેલી પોલીસને રોડ પર દોડાવી દોડાવીને માર્યો માર, Video viral

અમદાવાદ: શહેરમાં બુટલેગરો બેફામ બન્યા છે. શહેરના નરોડાના મુઠિયા ગામ પાસે બુટલેગરોને પકડવા ગયેલી પોલીસ પર હુમલો કર્યાનો વીડિયો વાયરલ થયો છે. બુટલેગર અનિલ સોલંકી, સંજય સોલંકી સહિત 15 સામે પોલીસે હત્યાની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે. નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી અને નરોડામાં ફરજ બજાવતા પોલીસકર્મીને બીભત્સ શબ્દો બોલીને મારીને રોડ પર દોડાવી દોડાવીને માર્યા હતા.

વોન્ટેડ આરોપીઓને પકડવા જઇ રહી હતી પોલીસ

શહેરના નરોડા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ આરોપી અનિલ ઉર્ફે કાળી સોલંકી અને સંજય સોલંકી તેમના રહેણાંક વિસ્તાર મુઠીયા ગામમાં હોવાની બાતમી મળી હતી. જે બાદ હેડ કોન્સ્ટેબલ સુરેશકુમાર કાલિયા અન્ય ત્રણ પોલીસ કર્મચારીઓ સાથે ત્યાં પહોંચ્યા હતા. જે બાદ ચારેય પોલીસ કર્મી અલગ અલગ જગ્યાએથી આરોપીઓને શોધવા જઈ રહ્યા હતા. ત્યારે અનિલ ઉર્ફે કાળી તેમની રહેણાંકવાળી જગ્યાએ મળી આવતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો. તેણે બૂમાબૂમ કરતા તેના ત્રણ ભાઈ અને પિતા પણ હાથમાં પ્રાણઘાતક હથિયારો લઇ આવી ગયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close