गुजरात

વોન્ટેડ આરોપી ‘કાળી’ને પકડવા ગયેલી પોલીસ પર હુમલો, દોડાવી દોડાવી પોલીસને માર માર્યો

અમદાવાદઃ અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં અસામાજિક તત્વોને જાણે કે પોલીસનો (police) કોઈ ડર જ ના રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. વોન્ટેડ આરોપીને પકડવા માટે ગયેલ પોલીસ પર જીવલેણ હુમલો  થયો છે. જેને લઇને નરોડા પોલીસે 15 જેટલા આરોપીઓ વિરુદ્ધમાં હત્યાના પ્રયાસ સહિતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે નરોડા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ આરોપી અનિલ ઉર્ફે કાળી સોલંકી અને સંજય સોલંકી તેમના રહેણાક વિસ્તાર મુઠીયા ગામમાં હોવાની બાતમી મળતા જ હેડ કોન્સ્ટેબલ સુરેશકુમાર કાલિયા અન્ય ત્રણ પોલીસ કર્મચારીઓ સાથે ત્યાં પહોંચ્યા હતા.

બાતમી વાળી સંભવિત જગ્યાએ તપાસ કરવાની હોવાથી ચારેય પોલીસ કર્મી અલગ અલગ જગ્યાએથી જઈ રહ્યા હતા. ત્યારે અનિલ ઉર્ફે કાળી તેમની રહેણાક વાળી જગ્યાએ મળી આવતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો.

જો કે તેણે બૂમાબૂમ કરતા તેના ત્રણ ભાઈ અને પિતા પણ હાથમાં પ્રાણઘાતક હથિયારો લઇ આવી જઈને આ નરોડા પોલીસ વાળા આપણને દારૂનો ધંધો કરવા દેતા નથી અવાર નવાર રેડો કરીને હેરાન પરેશાન કરે છે. જેથી આજે તો આને પતાવી દો. તેમ કહીને માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન અન્ય 10થી 12 લોકોનું ટોળું ભેગું થઈ જઈને પોલીસ ને દોડાવી દોડવી ને માર માર્યો હતો.

Related Articles

Back to top button