गुजरात

‘હું નિર્દોષ છું’: સુરતમાં બાળકી પર રેપ-હત્યા કેસમાં આજીવન કેદની સજા સાંભળીને આરોપીએ જજ તરફ ફેંક્યું ચંપલ

સુરત: શહેરના હજીરા વિસ્તારમાં શ્રમજીવી પરિવારની પાંચ વર્ષીય બાળકી rape and murder of five year old girl) પર બળાત્કાર ગુજારી તેની ઘાતકી (kills baby girl) હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં આરોપી સુજીત સાકેતને તકસીરવાર ઠેરવવામાં આવ્યો છે. જેમાં આજે કોર્ટે આરોપીને આજીવન  કેદ એટલે જિંદગીના છેલ્લા શ્વાસ સુધીની જેલની સજા ફટકારી છે. જોકે, સજા સાંભળતા આરોપીએ આક્રોશમાં આવી જજ તરફ ચપ્પલ ફેકીને કહ્યું કે, ‘હું નિર્દોષ છું.’

સુરતનાં હજીરા વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી સાથે સૃષ્ટિ વિરુધ્ધનુ કૃત્ય આચરી હત્યા કરવાના કેસમાં આરોપીને સુરત કોર્ટે આરોપી સુજીત સાકેતને આજીવન કેદ, જિંદગીના છેલ્લા શ્વાસ સુધીની જેલની સજા ફટકારી છે. આઠ મહીના પહેલાં શ્રમજીવી પરિવારની માત્ર પાંચ વર્ષની બાળકીને ચોકલેટ આપવાની લાલચે મધ્યપ્રદેશના વતની એવા 27 વર્ષીય આરોપી સુજીત મુન્નીલાલ સાકેત બદકામ કરવાના ઈરાદે પોતાની સાથે લઈ ગયો હતો. આરોપીએ ભોગ બનનાર બાળકી સાથે સૃષ્ટિ વિરુધ્ધનુ કૃત્ય આચરી તેની હત્યા કરી નાસી છુટયો હતો. જેથી ભોગ બનનાર બાળકીના વાલીએ હજીરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Related Articles

Back to top button