गुजरात

10 લાખની ખંડણી માંગનાર માથાભારે ‘ભુરિયો’ હું મોટો ગેંગસ્ટર છું’ કહેનાર ઝડપાયો

અનીલ મકવાણા

અમદાવાદ

હું મોટો ગેંગસ્ટર છું, અને મારી પાસે મીડિયાનો પાવર (Media powar) છે. તારે મને દસ લાખ રૂપિયા આપવા પડશે. નહીં તો પરિવારને જાનથી મારી નાખીશ. શહેરના દાણીલીમડા (danilimbada) વિસ્તારમાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનું (Building Construction) કામ કરતા વ્યક્તિને ધમકી આપતા પોલીસ ફરિયાદ (police complaint) દાખલ કરવામાં આવી છે. ફરિયાદના આધારે પોલીસે  આરોપી અજીજુર રહેમાન ઉર્ફે ભુરીયોની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

ફરિયાદી ઇમરાન શેખ ૧૩મી સપ્ટેમ્બરના દિવસે દાણીલીમડા ખાતે આવેલ તેમની ઓફિસમાં હાજર હતા તે દરમિયાન આરોપી તેમની ઓફિસે આવ્યો હતો અને કહ્યું હતું કે તમારી રેસીડેન્સી સ્કીમમાં ટોરેન્ટ પાવર નું કનેક્શન છે તે તમામ કનેક્શન કાઢી નાખો અને મારી પાસેથી ગેરકાયદેસર વીજ કનેક્શન ખરીદ કરો.

જોકે ફરિયાદીએ ના પાડતા આરોપીએ ધમકી આપી હતી કે જો તમે મારી પાસેથી વીજ જોડાણ ખરીદશો નહીં તો તમારી સાઇટ તોડાવી નાખીશ. અને હું મોટો ગેંગસ્ટર છું, અને મારી પાસે મીડિયા નો પાવર છે. તારે મને દસ લાખ રૂપિયા આપવા પડશે. નહીં તો પરિવારને જાનથી મારી નાખીશ. જો કે આરોપી માથાભારે હોવાની છાપ ધરાવતો હોવાથી ફરિયાદીએ કોઈ પોલીસ ફરિયાદ કરી ન હતી.

Related Articles

Back to top button