ગાંધીનગર: દારુડિયો પોર્ન ફિલ્મો જોઇ ત્રણ બાળકી પર ગુજાર્યો બળાત્કાર, એકની કરી હત્યા
ગાંધીનગર: સાતેજ વિસ્તારમાં બાળકી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસે સાઇકો રેપીસ્ટ કિલરની ધરપકડ કરી લીધી છે. આરોપીએ 3 બાળકીને દુષ્કર્મનો શિકાર બનાવી હતી. અને તેમની હત્યા કરી નાંખી હતી. આ સાઇકો કિલર મોબાઈલમાં પોર્ન ફિલ્મ જોઈને બાળકીઓનું અપહરણ કરીને તેમનાં પર દુષ્કર્મ આચરતો હતો. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી પૂછપરછ શરૂ કરી. પોલીસ કસ્ટડીમાં કાળા બુરખામાં જોવા મળતા આરોપી વિજય ઠાકોરએ 3 માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યાની વાત કબૂલી છે.
જેમાંથી એક બાળકીની તેણે હત્યા કરી દીધી હતી. ઘટનાની વાત કરીએ તો દિવાળીનાં દિવસે 5 વર્ષની બાળકીનું અપહરણ અને દુસકર્મની ઘટના સામે આવી હતી. ગાંધીનગર પોલીસ, LCB અને SOGની ટીમે આરોપીની શોધખોળ શરૂ કરી છે જેમાં ફેકટરીઓ, ગામની કેનાલ અને ખાનગી CCTV ફુટેજના આધારે ટેક્નિકલ સર્વેલન્સ દરમિયાન પોલીસ વિજય ઠાકોર સુધી પહોંચી શકી હતી.
તેની પૂછપરછ માં 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો તો ખુલાસો થયો હતો. જ્યારે 3 વર્ષની બાળકીની હત્યા કરીને દુષ્કર્મ આચર્યું હોવાની વાત તેણે કબુલી હતી. પોલીસે આરોપીને સાથે રાખીને ઘટના સ્થળે તપાસ કરતા બાળકીનો મૃતદેહ પણ મળી આવ્યો છે.