गुजरात

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્રારા કચ્છ યુનિવર્સિટીને પરીક્ષા લંબાવવા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ

ભુજ. કચ્છ

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્રારા કચ્છ યુનિવર્સિટી ખાતે આવેદનપત્ર આપી ને રજુઆત કરવામાં આવી હતી કે આગામી 18 ઓક્ટોબર થી જે પરીક્ષાઓ લેવામાં આવનાર છે. કોરોના જેવી મહામારીમાં ઓનલાઇન શિક્ષણ ના કારણે કચ્છ જેવા અંતરિયાળ વિસ્તારમાં ઇન્ટરનેટની સુવિધાના અભાવના કારણે વિધાર્થીઓ પૂરતું શિક્ષણ મેળવી શક્યા નથી. તેમજ ઓફલાઈન શિક્ષણમાં પણ વિદ્યાર્થીઓને પૂરતો સમય ગાળો મળ્યો નથી. તો આવા સંજોગોમાં યુનિવર્સિટી દ્વારા પરીક્ષા લેવામાં ઉતાવળ કરવામાં આવશે તો વિદ્યાર્થીઓ માનસિક તણાવનો શિકાર બનશે, જેથી વિદ્યાર્થીઓના વ્યાપક હિતને ધ્યાનમાં રાખી એ.બી.વી.પી માંગ કરે છે કે આગામી 18 ઓક્ટોબરથી શરૂ થનાર પરીક્ષાઓની તારીખ પાછળ લંબાવવામાં આવે. જો વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી યુનિવર્સિટી તંત્ર દ્વારા કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો એ.બી.વી.પી દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો કરવામાં આવશે. જેની સંપૂર્ણ જવાબદારી આપ સાહેબ શ્રી તથા કચ્છ યુનિવર્સિટી તંત્રની રહેશે. એવી ચીમકી આપવામાં આવી…

Related Articles

Back to top button