दुनिया

નેપાળને અક્કલ આવી : ભારત સાથેના સીમા વિવાદ અંગે સૂર બદલ્યો | Nepal came to its senses: changed its tune on the border dispute with India



– નેપાળ અને ભારત વચ્ચે લિપુલેખ, લિમ્પિયા ધુરા અને કાલામાની અંગે વર્ષોથી વિવાદ ચાલે છે : ભારત કહે છે તે વિસ્તાર અમારો છે

કાઠમંડુ : ભારત સાથેના સીમા વિવાદ અંગે બેફામ વિધાનો કર્યા પછી હવે નેપાળને અક્કલ આવી છે. ગયા મહિને, નેપાળના વડા પ્રધાન બાલેન શાહે કહ્યું હતું કે ભારત સાથેના સીમા વિવાદના ઉકેલ માટે તેઓ ચીન અને બ્રિટન પાસે જશે. ત્યારે ભારતે સ્પષ્ટત: જણાવી દીધું હતું કે ભારત એ વિવાદમાં કોઈ પણ ત્રીજા દેશનો હસ્તક્ષેપ ચલાવી નહીં લે.

હવે નેપાળ પણ તે અંગે સહમત થયું છે. તેણે કહ્યું છે કે આ સીમા વિવાદ એક દ્વિપક્ષીય મામલો જ છે. તેમાં ત્રીજા દેશની કોઈ ભૂમિકા નથી.

નેપાળની સંસદને સંબોધન કરતાં બાલેન સરકારના વિદેશ મંત્રી શિશિર ખનાલે બાલેનનાં વિધાનોથી ઉપજેલા વિવાદને શાંત કરતાં કહ્યું હતું કે, આ એક દ્વિપક્ષીય મુદ્દો જ છે. બંને દેશોએ ઐતિહાસિક સમજૂતીના આધારે તે ઉકેલવાનો છે.

શિશિર ખાનેલે આગળ કહ્યું કે વડાપ્રધાન બાલેન શાહનો હેતુ તેવો હતો જ નહીં કે કોઈ ત્રીજા દેશને તેમાં મધ્યસ્થી તરીકે રાખવો, તેમનું કહેવું તેમ હતું કે જો ચીન કે બ્રિટન પાસે પણ સુગૌલી-સંધિ અંગેના દસ્તાવેજો હોય તો તેનો આધાર લેવો.

આ વિધાનો શિશિર ખનાલે નેપાળની ‘પંચાયત’ (સંસદમાં) કર્યાં તે પહેલાં તેઓ ભારત આવ્યા હતા. ભારત સાથેનો સીમાવિવાદ ઉકેલવા મંત્રણા કરી હતી.

તે સર્વવિદિત છે કે ભારત અને નેપાળ વચ્ચે લિપુલેખ, લિમ્પિયા ધુરા અને કાલામાની અંગે સીમા વિવાદ વર્ષોથી ચાલે છે. તે ક્ષેત્રો ઉપર ભારતનો કબજો છે જ. કારણ કે ભારત તે ક્ષેત્રો પોતાના છે તેમ કહે છે.

બીજી તરફ નેપાળે ભારતની ભૂમિ પર કબજો જમાવ્યો છે તે દૂર કરવા ભારત તેને કહી રહ્યું છે.



Source link

Related Articles

Back to top button