गुजरात

સુરત :’ઓનલાઈન ક્લાસીસ મે કુછ સમજ નહી આતા Sorry, Bye-Bye,’ કિશોર ઘરેથી ભાગી ગયો

ઓનલાઈન કલાસીસને લઈ અડાજણનો કિશોર ઘરેથી ચાલ્યો જતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો છે. જો કે કિશોરે લખેલી ચિઠ્ઠી ઘરમાંથી મળી આવી હતી. જેમાં મમ્મી પાપા મેને આપકો બહુત હેરાન કિયા હે ઔર અબ મે દુર જા રહા હુ યે ઓનલાઈન ક્લાસીસમે કુછ સમજ નહી આતા તેવી ચિઢ્ઢી લખી અડાજણનો કિશોર ઘરેથી નિકળી જતાં પરિવારે રાંદેર પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ આપી હતી. બનાવ અંગે રાંદેર પોલીસે અપહરણનો ગુનો નોંધી વધુ

કોરોના કાળને લઈ શાળા કોલેજો બંધ છેન. જેને લઈને બાળકોના અભ્યાસ માટે ઓનલાઈન શિક્ષણ શરુ કરાયું છે. પરંતુ આ ઓનલાઈન શિક્ષણને લઈ આપઘાત અને બાળકોના ઘરેથી ચાલ્યા જવાના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે ઓનલાઈન ક્લાસીસ મે કુછ સમજ નહી આતા સોરી મેરી પરેશાની કે લીયે બાય બાય કહી કિશોર ઘરેથી ભાગી ગયો હતો.

અડાજણ વિજયડેરીની પાસે આવેલા ગંગાજમના ઍપાર્ટમેન્ટમાં યોગેશ ઈન્દ્રવદન શાહ પરિવાર સાથે રહે છે. યોગેશ શાહને ૧૪ વર્ષીય પુત્ર સરલ છે. ગઈ કાલે બપોરે સરલ ઘરે ન હતો. પરિવારે શોધખોળ કરી હતી. દરમિયાન ઘરમાંથી સરલે લખેલી એક ચિઠ્ઠી મળી આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Close