गुजरात

શું તમે પણ કારમાં બેસીને માસ્ક નથી પહેરતા? તો જાણી લો અમદાવાદ પોલીસનો કડક કાર્યવાહીનો કિસ્સો

અમદાવાદ: શહેરમાં રોજેરોજ પિક અવર્સ માં ખાસ પોલીસ માસ્ક ની ડ્રાઈવ કરી રહી હોય છે. એકતરફ દંડ માટેનો ટાર્ગેટ પૂરો કરવાનો હોય છે. ત્યાં માસ્ક ન પહેરવા માટેના લોકોના બહાના સાંભળી પોલીસ પણ ચકરાઈ જાય છે. એવો જ એક કિસ્સો નહેરુનગર સર્કલ પર બન્યો હતો. એક કારમાં બેઠેલા વ્યક્તિએ માસ્ક ન પહેરતા પોલીસે તેઓને રોક્યા તો શ્વાસની બીમારી હોવાનું જણાવ્યું હતું. આ વ્યક્તિએ દવાના ફોટો બતાવ્યા તો પોલીસ પણ હકીકત જાણવા ફોટો મેડિકલ સ્ટોરમાં બતાવવા ગઈ હતી. ત્યાં માલુમ પડ્યું કે, ફોટોમાં દેખાતી દવા શ્વાસની બીમારી માટે નથી. બાદમાં આ પરિવાર પોલીસ કાર્યવાહીનો વિડીયો ઉતારવા લાગ્યો હતો અને હાજર એક મહિલાએ વકીલ તરીકેની ઓળખ આપી દંડ નહિ ભરવા કહેતા એક જ પરિવારના ત્રણેય સભ્યો સામે સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી કાયદાનું ભાન કરાવ્યું હતું.

સેટેલાઇટ પોલીસસ્ટેશનની ટાગોર પાર્ક ચોકીમાં ફરજ બજાવતા મ.સ.ઇ. અમિતભાઇ તેમના સિનિયર અધિકારીઓની સૂચના મુજબ નહેરુનગર સર્કલ પર માસ્ક ડ્રાઇવમાં હતા. તેમની સાથે તેમની ટિમ પણ જોડાયેલી હતી. ત્યારે ધરણીધરથી નહેરુનગર તરફ એક કાર આવી હતી. તેમાં પાછળ બેઠેલા વ્યક્તિએ માસ્ક પહેર્યું ન હોવાથી પોલીસે તેમની કાર રોકી હતી. વાસણા ખાતે રહેતા વિપુલભાઈ પંડિત કારમાં બેઠા હતા અને તેઓએ પોલીસને જણાવ્યું કે, તેઓને શ્વાસની તકલીફ હોવાથી તેઓએ માસ્ક પહેર્યું નહોતું.

જેથી તેઓને પોલીસ ચોકી પર લઈ જવાયા હતા. કારમાં બેઠેલા વિપુલભાઈએ મોબાઈલ ફોનમાં અમુક ફોટો બતાવ્યા હતા અને પોતાને શ્વાસની બીમારી હોવાના પુરાવા બતાવ્યા હતા. જેથી પોલીસ આ ફોટો ચોકી પાસે આવેલી મેડિકલ સ્ટોર પર બતાવતા આ દવા શ્વાસની બીમારી માટે ન હોવાનું જણાવ્યું હતું.

Related Articles

Back to top button