વડોદરા શહેરમાં લારી ગલ્લા માટે નવેસરથી હોકિંગ અને નોન હોકિંગ ઝોન નક્કી થશે : મ્યુનિ. કમિશનર અરુણ બાબુ | New hawking and non hawking zones will be decided in Vadodara city: VMC Commissioner Arun Babu

![]()
Vadodara Corporation : લારી-ગલ્લા-પથારાવાળાઓએ તાજેતરમાં પાલિકા કચેરીએ હલ્લો બોલાવ્યો હતો. પરિણામે સ્ટ્રીટ વેન્ડર પોલીસી અંગે આગામી દિવસોમાં નિર્ણય લેવાયા બાદ હોકિંગ-નોન હોકિંગ ઝોન અંગે પુનઃ કાર્યવાહી કરવા પાલિકા મ્યુ. કમિશનર અરુણ બાબુએ એક તાકીદની બેઠક બોલાવી હતી. જેમાં નવેસરથી વોકિંગ અને નોન હોકિંગ ઝોન નક્કી કરવા વિચારણા થઈ હતી. પાલિકા વડી કચેરી ખાતે શહેરના મોટાભાગના લારી ગલ્લા પથારાવાળાઓએ દેખાવો કર્યા હતા.
શહેરના જુદા જુદા વિસ્તારમાં નો પાર્કિંગ અને લારી ગલ્લા પથારા લગાવવા અંગે તંત્ર દ્વારા મનાઈ ફરમાવી હતી. આ અંગે શહેરના મોટાભાગના લારી ગલ્લા પથારાવાળાઓએ પાલિકા વડી કચેરી એ તાજેતરમાં હલ્લો બોલાવી વિરોધ કર્યો હતો. પરિણામે મ્યુનિસિપલ કમિશનરે આ અંગે તાત્કાલિક ધોરણે લારી ગલ્લા પથારાવાળાને નહીં હટાવવા બાબતે તંત્રને જણાવ્યું હતું. ગત 2017માં હોકિંગ-નોન હોકિંગ અંગેની સ્ટ્રીટ વેડિંગ પોલીસી તૈયાર કરાઈ હતી. પરંતુ ત્યારબાદ કોઈ કાર્યવાહી થઈ નહીં પરંતુ હાલમાં લારી ગલ્લા પથારા વાળાઓની સંખ્યા ખૂબ વધી ગઈ હોવાથી આ સ્ટ્રીટ વેન્ડિંગ પોલીસી અંગે નવી નીતિ ના ઘડાય ત્યાં સુધી લારી ગલ્લા પથારાના ગેરકાયદે દબાણો અંગે પાલિકા મ્યુનિસિપલ કમિશનરે યથાવત સ્થિતિ જાળવવા જણાવ્યું હતું. નવી પોલીસી તૈયાર થયા બાદ હોકિંગ નોન હોકિંગ ઝોન અંગે કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું.



