गुजरात

બોટાદના સીટી મામલતદારને ધમકી આપી ફરજ રૃકાવટ કરી | Botad City Mamlatdar threatened and obstructed from duty



મારા ડમ્પર ઉભા રાખશો તો જોઈ લઈ, નોકરી નહી કરી શકો

ગેરકાયદે ઓવરલોડ કપચી ભરી હોવાની શંકા જતાં ડમ્પર અટકાવ્યું હતું, બોટાદ
પોલીસમાં બે શખ્સ સામે ફરિયાદ

ભાવનગરબોટાદમાં ગેરકાયદે ઓવરલોડ કપચી ભરેલા ડમ્પરની તપાસ કરવા
ગયેલા સીટી મામલતદારને બે અજાણ્યા શખ્સે ધમકી આપી ફરજમાં રૃકાવટ કર્યાં અંગેની
પોલીસ ફરિયાદ બોટાદ ટાઉન પોલીસ મથકમાં નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ
ધરી છે.

બોટાદના સીટી મામલતદાર શૈલેષભાઈ દિનેશભાઈ બારૈયા ગતરોજ સાંજે તેમની
કચેરીનું કામ પતાવીને સરકારી ગાડીમાં સર્કિટ હાઉસ જવા નિકળ્યા હતા ત્યારે એસટી બસ
સ્ટેન્ડ પાસે પહોંચતા સામેથી એક પીળા કલરનું ડમ્પર આવ્યું હતું જેમાં કપચી ભરેલી
હોય અને તે ગેરકાયદે અને ઓવરલોડ હોવાની શંકા જતાં તે ડમ્પરને તાલુકા સેવા સદન આગળ
આંતરીને ઉભુ રખાવી રોયલ્ટી અને કાંટા ચીઠ્ઠી માંગતા ચાલકે રોયલ્ટી અને કાંટા
ચીઠ્ઠી નહી હોવાનું જણાવી ડમ્પરનો ડ્રાઈવર નીચે નહી ઉતરતો હોવાથી સીટી મામલતદાર
ડમ્પરમાં બેસી જઈ ગાડી તાલુકા સેવા સદનમાં લેવા કહ્યું હતું આ દરમિયાન બીજો એક
અજાણ્યો શખ્સ કારમાં આવી કાર તાલુકા સેવા સદનની આડી મુકી ડમ્પરની ડ્રાઈવર સીટ પર
બેસી ગયો હતો અને પહેલો ડ્રાઈવર નીચે ઉતરી ગયો હતો અને સીટી મામલતદારને ડમ્પરમાં
બેસાડીને ડમ્પર ગાડી ભાવનગર સર્કલ તરફથી ગઢડા રોડથી ભાંભણ રોડ તરફ લઈ જઈ સીટી
મામલતદારને
હવે પછી મારા કોઈ ડમ્પર ઉભા રખાવશો તો હું તમને જોઈ લઈશ અને તમે અહીં
નોકરી નહી કરી શકો
એવી ધમકી આપી તેમજ જીવ બચાવવો હોય તો હું ડમ્પર ધીમુ કરુ ત્યારે ચુપચાપ નીચે ઉતરી જાવ
તેમ કહી જીવનું જોખમ ઉભુ કરતા સીટી મામલતદાર નીચે ઉતરી ગયા હતા. આ
અંગે બોટાદ પોલીસે ફરજ રૃકાવટ અને ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ
ધરી છે.



Source link

Related Articles

Back to top button