રાજ્યમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં થશે મેઘમહેર

અમદાવાદ : રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. આ પાંચ દરમિયાન સામાન્યથી અતિભારે વરરસાદ વરસી શકે છે. રાજ્યમાં 24 જુલાઈથી 27 જુલાઈ સુધી જુદા જુદા વિસ્તારોમાં વરસાદ પડશે. દરમિયાન આ વરસાદ ઉપરાંત અરબી સમુદ્રમાં 5-60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે જેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
રાજ્યમાં 24મી જુલાઈથી વરસાદ ભુક્કા બોલાવશે. રાજ્યના ઉત્તર ગુજરાત ઉપરાંત દાહોદ, દાદરના નગર હવેલી, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણમાં ભારે વરસાદની આગાહી છે જયારે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં મધ્યમથી સામાન્ય વરસાદ રહેશે.
25મી જુલાઈએ રવિવારે રાજ્યના દક્ષિણ ગુજરાત રિજ્યનના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, વાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે અરવલી, ખેડા અને દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી છે.