गुजरात

‘જિદ્દી લડકા’: યુવકે કપાયેલા હાથનો ફોટો મૂકી MPની યુવતીને અમદાવાદ બોલાવી, હોટલમાં બળાત્કાર ગુજાર્યો

અમદાવાદ: સોશિયલ મીડિયા નો ઉપયોગ ક્યાંક જિંદગીને નુકસાન પહોંચાડી રહ્યો હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી છે. આવી જ એક ઘટના મધ્ય પ્રદેશ ની યુવતી સાથે બની હતી. ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી અમદાવાદ બોલાવી યુવકે તેણીને લગ્ન ની લાલચ આપીને બળાત્કાર ગુજાર્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર કપાયેલા હાથનો ફોટો મૂકી શખશે “જીદ્દી લડકા” કેપ્શન લખી યુવતીને અમદાવાદ બોલાવી હતી. બાદમાં હોટલમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. શખ્સે આવી તસવીર મૂકીને યુવતીને કહ્યું હતું કે, “તું નહીં આવે તો હું મરી જઈશ.” આ મામલે યુવતીએ એમપીમાં ફરિયાદ આપતા આ ફરિયાદ ખાડીયા પોલીસને ટ્રાન્સફર થઈ છે. આ મામલે ખાડીયા પોલીસે તપાસ હાથ ધરી છે.

મધ્ય પ્રદેશના ઉજ્જૈનની વતની અને ધો-10 સુધી અભ્યાસ કરનાર 22 વર્ષીય યુવતીને ઈન્સ્ટાગ્રામ આઈડી પર જૂન-2019માં “જીદ્દી લડકા” નામના યુવકે ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. યુવતીએ રિક્વેસ્ટ સ્વીકારતા બંને વચ્ચે મિત્રતા થઈ હતી. જે બાદમાં “જીદ્દી લડકા” એકાઉન્ટ ધારકે કપાયેલા હાથનો ફોટો મોકલી “તું નહીં આવે તો હું મરી જઈશ” તેમ કહ્યુ હતું. જેના પગલે યુવતી ઉજ્જૈનથી ઓગસ્ટ-2019માં માતાપિતાને જાણ કર્યા વગર અમદાવાદ આવી હતી અને યુવકને મળી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close