गुजरात

લાલબત્તી સમાન કિસ્સો! સેલવાસના યુવાનને યુવતીએ હનીટ્રેપમાં ફસાવ્યો, બીજીએ પોલીસ બની પડાવ્યા રૂપિયા

જો તમે એક જ વાર મળીને તેના મેસેજ પર વારંવાર વાત કરવા લાગો છો તો તમારા માટે એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. રાજ્યમાં અનેક એવી ટોળકી ફરી રહી છે જે પૈસાદાર યુવકોને પહેલા વાતોમાં ફસાવે છે અને પછી તેમને ડરાવીને રુપિયા લે છે. સેલવાસમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. સેલવાસમાં દુકાન ચલાવતો 30 વર્ષનો પરણીત યુવક હનીટ્રેપમાં ફસાયો છે. આ યુલકને પહેલા એક યુવતીએ ફોન પર વાતો કરાવી મિત્રતા કેળવી અને બીજી યુવતી ખોટી મહિલા પોલીસ બનીને યુવાન પાસેથી રૂપિયા પડાવી ગઇ. જોકે, પારડી પોલીસે મહિલા પોલીસની ઓળખ આપી તોડબાજી કરતી ચણવઇની યુવતીને ઝડપી પાડી છે. જોકે હજી એક યુવતી ફરાર છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, સંઘપ્રદેશ સેલવાસમાં વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલની બાજુમાં દુકાન ચલાવતો 30 વર્ષનો કૃણાલ નટવરભાઈ ભંડારી હનીટ્રેપનો ભોગ બન્યો છે. તારીખ 29 નવેમ્બરના રોજ કૃણાલ દુકાનમાં હતો ત્યારે તેની પાસે ગ્રાહક બનીને જયશ્રી નામની યુવતી આવી હતી. તેને મોબાઈલ રિચાર્જ કરવાનું કહીને પોતાનો મોબાઈલ નંબર આપ્યો હતો. જે બાદ જયશ્રીએ યુવાનને વાતોમાં ફસાવીને મિત્રતા કેળવી હતી.

જે બાદ 14 ડીસેમ્બરે યુવાનના મોબાઇલ પર એક મહિલાનો ફોન આવ્યો હતો. જેમાં મહિલાએ જણાવ્યું હતું કે, પારડી મહિલા પોલીસમાંથી બોલું છું. મારું નામ શ્વેતાબેન છે. તુ જયશ્રી જીતુભાઈ પટેલને કેમ ફોન કરે છે? અને ગમે તેમ કેમ બોલે છે? જયશ્રીના પતિએ પોલીસ સ્ટેશનમાં તારી ફરિયાદ નોંધાવી છે. તુ પારડી ચાર રસ્તે રૂપિયા 10,000 લઈને આવી જજે.આપણે આ કેસને ત્યાં જ પતાવી દઇશું. હું ત્યાંથી તેને ઓફિસ લઈ જઈશ. આ ફોન બાદ યુવાન ગભરાયો હતો અને તરત જ તેણે આ અંગે માતાને જાણ કરી હતી.

માતાએ પણ જે નંબર પરથી ફોન આવ્યો હતો તે મહિલા સાથે વાત કરી હતી. ત્યારે શ્વેતાએ કહ્યું હતું કે, જો તમે રૂપિયા નહીં આપો તો આ કેસ વલસાડ પોલીસ સ્ટેશનમાં જતો રહેશે. જેથી પરિવાર વધારે ગભરાયો હતો. અને શ્વેતાએ કહ્યું એ પ્રમાણે રૂપિયા આપી દીધા હતા. જોકે, આ બે મહિલાએ મળીને છેતરપિંડી કરી હોવાનું લાગતા યુવાને પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Related Articles

Back to top button