गुजरात

નસવાડીમાં ડીઝલ માટે ‘પડાપડી’: કાળઝાળ ગરમીમાં ખેડૂતો 5-5 કલાક લાઈનમાં ઊભા રહેવા મજબૂર | naswadi diesel shortage chhotaudepur farmers facing problems petrol pump lines



Diesel Shortage in Chhotaudepur: છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં હાલ ખેડૂતો માટે ખેતર ખેડવાની સીઝન ચાલી રહી છે. ટ્રેક્ટરો માટે ડીઝલની સખત જરૂરિયાત છે, પરંતુ બરાબર આ જ સમયે તાલુકામાં ડીઝલની ભારે અછત સર્જાઈ છે. તંત્રના તમામ પેટ્રોલપંપો પર પૂરતો જથ્થો હોવાના દાવાઓ અહીં પોકળ સાબિત થયા છે.

ખેડૂતોનો આક્ષેપ ખાધા-પીધા વગર તડકામાં લાઈનો

નસવાડી તાલુકામાં 210 ગામો આવેલા છે. ડીઝલ મેળવવા માટે છેવાડાના ગામડાઓમાંથી ખેડૂતોને નસવાડી સુધી આવવું પડે છે. ખેડૂતો સવારથી જ હાથમાં પ્લાસ્ટિકના કેન લઈને પેટ્રોલપંપો પર લાંબી લાઈનો લગાવીને બેસી જાય છે. 4 થી 5 કલાક સુધી ભૂખ્યા-તરસ્યા તાપમાં ઊભા રહ્યા બાદ માંડ ડીઝલ મળે છે.

આ પણ વાંચો : દુનિયા પર મંડરાઈ રહ્યો છે મોટો આર્થિક ખતરો: આજે યુદ્ધ પૂરું થાય તો પણ 2027 પહેલાં ઓઇલ સંકટ ઉકેલાશે નહીં

નવો નિયમ માત્ર 2000 રૂપિયાનું જ ડીઝલ મળશે!

ખેડૂતોમાં એ વાતને લઈને ભારે રોષ છે કે કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા પછી પણ પેટ્રોલપંપ સંચાલકો માત્ર 2000 રૂપિયાનું જ ડીઝલ આપે છે. ખેડૂતોએ સવાલ ઉઠાવ્યો છે કે, જો ટ્રકોમાં 5 થી 10 હજાર રૂપિયા સુધીનું ડીઝલ અપાતું હોય, તો પછી જગતના તાત સાથે આવો અન્યાય કેમ? આ મર્યાદા વધારવી જોઈએ જેથી વારંવાર લાઈનમાં ન ઊભા રહેવું પડે.

કયા પંપ ચાલુ અને કયા બંધ?

નસવાડી તાલુકામાં આવેલા કુલ 5 પેટ્રોલપંપોમાંથી માત્ર 2 પંપ પર જ અત્યારે ડીઝલ મળી રહ્યું છે, જેના કારણે ત્યાં વાહનચાલકો અને ખેડૂતો પડાપડી કરી રહ્યા છે. આકોના ચોકડી અને હરીપુરા ગામ પાસે આવેલા ભારત પેટ્રોલિયમ (BPCL) ના પંપ પર જ ડીઝલ છે. જ્યારે કડવા ગામ નજીક આવેલ માતારાણી પેટ્રોલપંપ (HPCL) અને રતનપુરા ગામ નજીક આવેલ સર્વોત્તમ પેટ્રોલિયમ (IOCL) ના પંપ પર 3 દિવસથી ડીઝલ ખૂટી ગયું છે.

કંપનીના વિચિત્ર નિયમોથી પંપ માલિકો પરેશાન

આકોના ચોકડી પાસે આવેલા હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) ના પંપ પર પણ ડીઝલ નથી. કંપનીએ એવું અજીબ બહાનું બતાવ્યું છે કે પંપ માલિકે વધારે પડતું પેટ્રોલ-ડીઝલ વેચી દીધું છે! આ કારણે કંપનીએ ઓનલાઈન કોડ દ્વારા આ પંપ જ બંધ કરી દીધો છે, જે હવે બે દિવસ પછી ખુલશે. ઓઇલ કંપનીઓના આવા કડક નિયમોના કારણે પંપ માલિકો અને ગ્રાહકો બંને ભીંસમાં મુકાયા છે.





Source link

Related Articles

Back to top button