मनोरंजन

શું શાહરૂખની ‘કિંગ’નો રેકોર્ડ તોડશે ‘રામાયણ’? હિન્દી રાઈટ્સ માટે ₹450 કરોડની ડિમાન્ડ | Ranbir ramayan to break Shahrukh king record know what it is



King vs Ramayan: બોલિવૂડ સુપરસ્ટાર રણબીર કપૂર સ્ટારર આગામી ફિલ્મ ‘રામાયણ’ હાલ સિને જગતમાં ભારે ચર્ચામાં છે. અહેવાલો અનુસાર, ફિલ્મના પ્રોડ્યુસરે થિયેટ્રિકલ ડિસ્ટ્રિબ્યુશન રાઈટ્સની ડીલ માટે વાટાઘાટો શરૂ કરી દીધી છે. જોકે, તેમણે હિન્દી રાઈટ્સ માટે ડિસ્ટ્રિબ્યુટર્સ સામે જે કિંમત મૂકી છે, તેણે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના હોશ ઉડાવી દીધા છે. જો આ ડીલ પ્રોડ્યુસરની માંગની આસપાસ પણ ફાઇનલ થશે, તો શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘કિંગ’નો સૌથી મોટો રેકોર્ડ તૂટી જશે.

દિવાળી પર ધમાકો કરવા તૈયાર છે ‘રામાયણ: પાર્ટ 1’

રણબીર કપૂર, યશ, સાઈ પલ્લવી અને સની દેઓલ જેવા દિગ્ગજ કલાકારોની ફિલ્મ ‘રામાયણ: પાર્ટ 1’ ને રિલીઝ થવામાં હજુ આશરે 6 મહિના જેટલો સમય બાકી છે, પરંતુ આ ફિલ્મ અત્યારથી જ હેડલાઇન્સમાં છવાયેલી રહે છે. ‘દંગલ’ ફેમ નિતેશ તિવારી આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. મેકર્સ આ ફિલ્મને ભારતની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ તરીકે પ્રોજેક્ટ કરી રહ્યા છે, જેના કારણે તેનું સ્કેલ અને લેવલ ઘણું મોટું છે. આ ફિલ્મનો પહેલો ભાગ આ વર્ષે દિવાળીના ખાસ તહેવાર પર સિનેમાઘરોમાં રિલીઝ થવાનો છે, પરંતુ દેશના મોટા ડિસ્ટ્રિબ્યુશન હાઉસ અત્યારથી જ તેના રાઈટ્સ ખરીદવાની હોડમાં લાગી ગયા છે.

ડિસ્ટ્રિબ્યુટર્સ હોશ ઉડી ગયા

‘રામાયણ’ના ઓલ ઇન્ડિયા થિયેટ્રિકલ ડિસ્ટ્રિબ્યુશન રાઈટ્સની કિંમત સાંભળીને મોટા-મોટા ગજાના ડિસ્ટ્રિબ્યુટર્સ પણ વિચારમાં પડી ગયા છે. એક રિપોર્ટ મુજબ, ફિલ્મના પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ કરણ જોહરની ધર્મા પ્રોડક્શન, અનિલ થડાણીની AA ફિલ્મ્સ અને પેન સ્ટુડિયોઝ સાથે રાઈટ્સ અંગે પ્રારંભિક ચર્ચા કરી છે. આ વાતચીત હજુ શરૂઆતના તબક્કામાં છે અને આગામી મહિનાઓમાં ડીલ ફાઇનલ થવાની આશા છે, પરંતુ પ્રોડ્યુસરે રાખેલી કિંમત હાલ મોટો મુદ્દો બની ગઈ છે.

પ્રોડ્યુસરે માંગ્યા ₹450 કરોડ

પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ ‘રામાયણ’ના હિન્દી થિયેટ્રિકલ રાઈટ્સ માટે ₹450 કરોડની અધધ કિંમત નક્કી કરી છે. ભારતીય સિનેમાના ઇતિહાસમાં અત્યાર સુધી કોઈ પણ ફિલ્મ આ કિંમતની આસપાસ પણ પહોંચી શકી નથી. અહેવાલો અનુસાર, આટલી મોટી રકમ સાંભળીને અનિલ થડાણી અને જયંતીલાલ ગડા જેવા દિગ્ગજ ડિસ્ટ્રિબ્યુટર્સ પણ અચકાઈ રહ્યા છે અને તેમણે મેકર્સને આ કિંમત થોડી ઓછી કરવા વિનંતી કરી છે.

શું કિંમત ઓછી થશે?

સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રોડ્યુસર નમિત મલ્હોત્રા પોતાની માંગ પર અડગ છે. તેમનું માનવું છે કે ફિલ્મનું ભવ્ય બજેટ, બોક્સ ઓફિસ પરની બમ્પર કમાણીની સંભાવનાઓ અને ક્રેઝને જોતાં આ કિંમત બિલકુલ યોગ્ય છે. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે વાટાઘાટોનો આગામી રાઉન્ડ ત્યારે જ શરૂ થશે જ્યારે મેકર્સ આ ફિલ્મનું આગામી પ્રમોશનલ કન્ટેન્ટ રિલીઝ કરશે.

હાલ શાહરૂખ ખાનની ‘કિંગ’ના નામે છે સૌથી મોટી ડીલ

તમને જાણીને નવાઈ લાગશે કે ₹450 કરોડ તો દૂરની વાત છે, અત્યાર સુધી હિન્દી સિનેમાના ઇતિહાસમાં કોઈ પણ ફિલ્મના ડિસ્ટ્રિબ્યુશન રાઈટ્સ ₹300 કરોડમાં પણ વેચાયા નથી. આ કેસમાં હાલ બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન મોખરે છે. તેની આગામી ફિલ્મ ‘કિંગ’ના રાઈટ્સ આશરે ₹250 કરોડમાં વેચાયા છે, જેને તાજેતરમાં જ પેન મરુધર દ્વારા ખરીદવામાં આવ્યા છે.

આ પણ વાંચો: એક સમયે કરોડોની સંપત્તિ છતાં અંતિમયાત્રામાં માત્ર 8 લોકો! બોલિવૂડના આ સુપરસ્ટારના અંતની કરુણ કહાની

‘રામાયણ’નું કુલ બજેટ કેટલું છે?

પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાના જણાવ્યા અનુસાર, ‘રામાયણ’ના બંને ભાગનું સંયુક્ત બજેટ આશરે ₹4,000 કરોડ જેટલું છે. આ મલ્ટિસ્ટારર ફિલ્મમાં રણબીર કપૂર (ભગવાન રામ), સાઈ પલ્લવી (માતા સીતા), સાઉથ સુપરસ્ટાર યશ (રાવણ), સની દેઓલ (હનુમાનજી), રવિ દુબે (લક્ષ્મણ) અને અરૂણ ગોવિલ (રાજા દશરથ) જેવા કલાકારો મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. ‘રામાયણ: પાર્ટ 1’ નવેમ્બર મહિનામાં દિવાળીના અવસરે ધૂમ મચાવવા આવી રહી છે.



Source link

Related Articles

Back to top button