गुजरात

ઈશાન ભારતમાંથી આવતા ઠંડા પવનને કારણે ગુજરાતમાં શીતલહેર, હજી વધશે ઠંડી

ઈશાન ભારતમાંથી આવતા ઠંડા પવનના કારણે ગુજરાતમાં શીતલહેર અનુભવાઇ રહી છે. બુધવારે ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન કચ્છ જિલ્લાના નલિયામાં આઠ ડિગ્રી સેલ્સિયશ નોંધાયુ હતું. આ ઉપરાંત આજે ગાંધીનગરમાં 15 અને અમદાવાદમાં 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં પણ છેલ્લા અઠવાડિયાથી તાપમાન 16થી 17 ડિગ્રી આસપાસ પહોંચ્યું છે. આ સાથે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 20 ડિસેમ્બરથી 10 જાન્યુઆરી દરમિયાન અમદાવાદ સહિત ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યાં પ્રમાણે, હજુ ત્રણ દિવસ તાપમાનમાં કોઇ ફેરફાર નહીં આવે અને તે બાદ ઠંડીનો પારો વધારે ગગડવાની શક્યતા છે.

Related Articles

Back to top button