गुजरात

અમદાવાદની યુવતીની જીદ: બસમાંથી નીચે ન ઉતરતા કંડક્ટરે પોલીસ બોલાવવી પડી

અમદાવાદ: અત્યારસુધી કોરોનાની માર્ગદર્શિકા નું પાલન કરાવતી વખતે પોલીસ અને પ્રજા સાથે ઘર્ષણ થતું હતું. છેલ્લાં કેટલાક સમયમાં માસ્ક ન પહેરવા બદલ દંડાત્મક કાર્યવાહી કરતી વખતે પોલીસ સાથે બોલાચાલી કે ઘર્ષણના અનેક બનાવો સામે આવ્યા છે. હવે એએમટીએસ બસ ના કંડકટર પણ તેમાંથી બાકાત રહ્યા નથી. ક્ષમતા કરતા વધારે મુસાફરો બસમાં બેસી જતા કંડક્ટરે કેટલાક લોકોને બસમાંથી નીચે ઉતર્યા હતા. આ સમયે એક મહિલાએ બસમાંથી નીચે ઉતરવા માટે ના કહી દીધી હતી અને એવી તો જીદ પકડી કે કંડક્ટરે પોલીસ બોલાવવી પડી હતી.

સૈજપુર બોઘા રોડ પર રહેતા સાહિલ પ્રજાપતિએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ આપી છે કે ગઇકાલે તેઓ સતાધાર સોસાયટીથી નરોડા તરફના રૂટ પર જઈ રહ્યા હતા ત્યારે શાહીબાગ ઓપીડી એએમટીએસ બસ સ્ટેન્ડ ખાતે તેઓએ બસ ઊભી રાખી હતી. જેથી એક પછી એક પેસેન્જર તેમની બસમાં બેસવા લાગ્યા હતા. જોકે, ક્ષમતા કરતા વધુ પેસેન્જર બસમાં બેસી ગયાં હતાં.

Related Articles

Back to top button