गुजरात

સુરત : ‘એ લુખ્ખે તેરા મસાજ કા ધંધા અચ્છા ચલતા હે,ચલ પાંચ હજાર નિકાલ,’ સ્પા સંચાલક પર ફાયરિંગ

સુરત શહેરના લિંબાયત આર.ડી.ફાટક પાસે રંગીલા ઍપાર્ટમેન્ટમાં રહેતા મસાજ પાર્લરના સંચાલકના ઘરે ગઈકાલે ભર બપોર બંદુક અને રેમ્બો છરો સાથે આવેલા માથાભારે બુટલેગર સહિત પાંચ ટપોરીઓએ ‘મસાજ કા ધંધા અચ્છા ચલતા હે તો ખર્ચા પાની કે પાંચ હજાર નિકાલ તેવુ કહી ઝઘડો કરી તેરે કો અભી પૈસા દેના પડેગા નહી તો ઠોક દુંગા’ હોવાની ધમકી આપી નાસી ગયા હોવાની ફરિયાદ પોલીસમાં નોધાઈ છે. સુરત શહેરમાં આમ 24 કલાકના સમયમાં જ ફાયરિંગની બે ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

લિંબાયત પોલીસના જણાવ્યા મુજબ આર.ડી.ફાટક રંગીલા ઍપાર્ટમેન્ટમાં રહેતા મૂળ ભરૂચના જંબુસરના વિનોદ ઉર્ફે ચીકુ રાજેન્દ્રભાઈ માધવરાવ માળી (ઉ.વ.38) છેલ્લા 10 વર્ષથી પરિવાર સાથે રહે છે. અને ઘરમાં જ બોડી મસાજ (સ્પા)નો ધંધો કરે છે.

વિનોદ ગઈકાલે બપોરે સાડા ત્રણેક વાગ્યે ઘરમાં તેની દીકરી ગાયત્રી, દીકરો રોહીત અને બહેન કવિતા સાથે સોફા ઉપર બેઠો હતો તે વખતે અગાઉ દારૂનો ધંધો કરતો બુટલેગર ભુષણ પાટીલ, દિપક માળી, ગોપાલ, રાહુલ પાંડે સહિત પાંચ જણા રેમ્બો છરો અને બંદુક જેવા ઘાતક હથિયારો સાથે ઘરમાં ઘુસી આવ્યા હતા અને સોફા ઉપર વિનોદની બાજુમાં બેસી ગયા હતો.

Related Articles

Back to top button