गुजरात

કચ્છ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ કચ્છ જિલ્લામાં ફાળવાયેલા નિયમિત પાણી અને વધારાના પાણી માટેના કામો જલ્દીથી પૂર્ણ કરવામાં આવે

Anil Makwana

નખત્રાણા

રિપોર્ટર – કમલેશ નાકરાણી

કચ્છ જિલ્લા ભુજ ખાતે કચ્છ ભારતીય કિસાન સંઘના માધ્યમથી કચ્છ જિલ્લા કલેકટર મારફતે ગુજરાત રાજ્યના સીએમ શ્રી વિજયભાઈ રૂપાણી ને એક આવેદનપત્ર આપવામાં આવ્યું તેનો વિષય છે કે કચ્છ જિલ્લા માટે ફાળવાયેલા નિયમિત પાણી અને વધારાના પાણી માટે ના કામો જલ્દીથી પૂર્ણ કરવામાં આવે કચ્છ કિસાન સંઘના હોદ્દેદારો એકત્રિત થઈ જિલ્લા કલેકટર કચેરી ખાતે એકત્રિત થઈ કલેકટરશ્રીને આવેદન પત્રના મારફતે વિદિત કરવામાં આવ્યા એની અંદર કચ્છ કિસાન સંઘના પ્રમુખ શ્રી આદરણીય શિવજીભાઇ બરડીયા રજૂઆત કરી કે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કચ્છ જિલ્લાના નર્મદાના વધારાના પાણી માટે બજેટ ફાળવવામાં આવેલ નથી અને નિયમિત પાણી ના કામો હજી ઘણા બાકી છે તો તે જલદીથી પૂર્ણ કરવામાં આવે આવતા બજેટ ની અંદર એક મિલિયન એકર ફીટ પાણી માટે ચારથી પાંચ હજાર રૂપિયાનું બજેટ આવતા બજેટ સત્રમાં ફાળવવામાં આવે એવી માંગણી આવેદન માધ્યમથી ગુજરાત રાજ્યના સીએમ શ્રી વિજયભાઈ રૂપાણી પાસે કરવામાં આવી હતી આ ટાંકણે ખેડૂતોએ યાદ કરાવ્યું હતું તે ગત પેટા ચૂંટણી ની અંદર જ્યારે પ્રચાર-પ્રસાર કરવા માટે સીએમ સાહેબ આવ્યા હતા ત્યારે એમને વચ્ચેનો આપ્યા હતા એક જ જિલ્લા માટે હવે જલ્દી થી નર્મદાના પાણી માટે જલ્દીથી કામગીરી શરૂ કરવામાં આવશે તેવી બાહેંધરી આપેલ હતી તો આ માટે જલ્દીથી કચ્છ જીલ્લા માટે નર્મદાના કામો શરૂ કરવામાં આવે અને નિયમિત પાણી ની કામગીરી બાબતે દુધઈ બ્રાન્ચ કેનાલ ને બદલે પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવાનો નિર્ણય અયોગ્ય છે તેમ જણાવ્યું હતું કચ્છ જિલ્લો બોડર ની દ્રષ્ટિએ સરક્ષણ માટે વસ્તી હોવી જરૂરી છે અને આના માટે કચ્છ જિલ્લાને નર્મદાના નીરની તાતી જરૂર છે પશુપાલન અને પશુપાલકો માટે પણ નર્મદા નીરની આવશ્યકતા છે કચ્છની અંદર ભૂગર્ભજળ ખૂબ જ ઊંડા જતા રહેવા થી પાણીની અંદર ચાર નું પ્રમાણ એટલે કે કાયા નું પ્રમાણ ખૂબ જ વધારે છે પાણી પીવા ને લાયક રહી નથી અને આવું પાણી પીવાથી આરોગ્ય માનવજીવનનું જોખમાય તેમ છે તો જલ્દીથી કચ્છમાં જે કચ્છનો હક છે તે વધારાના અને નિયમિત પાણી ના કામો જલ્દી થી શરૂ કરવામાં આવે તેવી માગણી કચ્છ કિસાન સંઘના હોદ્દેદારો કરી રહ્યા છે આવેદનપત્ર આપવા માટે કચ્છ જિલ્લા કલેકટર કચેરી ખાતે કચ્છ ભારતીય કિસાન સંઘના પ્રમુખ આદરણીય શ્રી શિવજીભાઇ બરાડીયા ઉપપ્રમુખ શ્રી ભીમજીભાઈ કેરાસીયા મહામંત્રી શ્રી વાલજીભાઈ લીંબાણી મહિલા આગેવાન રાધાબેન તથા કિસાન સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા

Related Articles

Back to top button