गुजरात

સુરતની યુવતીના નામે ઇન્સ્ટા પર ફેક એકાઉન્ટ બનાવી ફોટા કર્યા અપલોડ, નીચે લખી અશ્લીલ કોમેન્ટ

સુરતમાં ઇન્સ્ટાગ્રામ પર ફેક આઇડી બનાવી અડાજણ વિસ્તારમાં રહેતી યુવતીનો ફોટો અપલોડ કરી અશ્લીલ લખાણ કરવામાં આવ્યુ. જોકે યુવતીએ આઈડી ડિલીટ કરતા યુવાને બીજા અકાઉન્ટ પરથી બીજુ આઈડી બનાવી પોતાની સાથે કેમ વાત નથી કરતી તેવા મેસેજ કરનાર યુવાન વિરૂધ્ધ યુવતીએ આખરે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સુરતમાં સતત સાઇબર ક્રાઇમની ઘટના બની રહી છે. આ કેસ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતનાં અડાજણ વિસ્તારમાં રહેતી યુવતીને ઇન્સ્ટાગ્રામ પર ત્રણેક મહિના પહેલા હાયનો મેસેજ આવ્યો હતો. અજાણ્યા આઇડી પરથી મેસેજ આવતા યુવતીએ આઇડી ચેક કરતા ખુશ8893 નામનું આઇડી હતું અને તેની પર યુવતીના ફોટા અપલોડ કર્યા હતા અને ફોટાની નીચે અશ્લીલ કોમેન્ટ લખેલી હતી.

જેથી યુવતી ચોંકી ગઇ હતી અને તરત જ આઇડી બંધ કરાવી દીધું હતું. જોકે, તેના બીજા દિવસે ફેક આઇડી બનાવનારે યુવતીને ફરી એકવાર ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યો હતો કે, ભલે તું આ આઇ.ડી. બંધ કરાવી દીધું. હું તારા નામનું બીજુ ખોટું આઇ.ડી બનાવીશ. ત્યાર બાદ ભેજાબાજે ખુશએનવાયકે નામના ફેક આઇ.ડી બનાવ્યું હતું અને તેમાં પણ યુવતીના ફોટો અપલોડ કર્યા હતા. જેથી યુવતીએ ઉપરોક્ત ફેકઆઇડી પર મેસેજ કરી કેમ મારા ફોટો અપલોડ કરે છે તેવું કહેતા ભેજાબાજે તું મારી સાથે વાતો કર એવો મેસેજ કર્યો હતો.

Related Articles

Back to top button