गुजरात

આમોદ – જંબુસર વચ્ચે આવેલ ઢાઢર નદીમાં વહી રહ્યું છે કેમિલયુક્ત લાલ કલરનું પાણી, લોકોમાં કુતુહલ સર્જાયું..

Anil Makwana

ભરૂચ

રિપોર્ટર – જાવેદ મલેક

ભરૂચ જંબુસરને જોડતો હાઇવે નંબર ૬૪ ઉપર આમોદ – જંબુસર વચ્ચે આવેલ ઢાઢર નદીમાં ૨-૩ દિવસે પાણીનો કલર બદલાતો નજરે પડે છે આજરોજ તારીખ ૬-૧૨-૨૦ ના રોજ પાણીનો લાલ કલરનું નજરે પડી રહ્યું છે જેને જોવા લોકટોળા ઉમટી પડ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આમોદ – જંબુસર વચ્ચે આવેલ ઢાઢર નદીમાં વડોદરા તરફ આવેલ જીઆઇડીસી વિસ્તાર હોવાથી કંપનીઓ દ્વારા કેમિકલ છોડાતું હોવાથી પાણીનો કલર લાલ તથા કારો નજરે પડે છે જેના કારણે નદીનું પાણી ખરાબ થઈ રહ્યું છે જેના કારણે નદીની આસપાસ આવેલા ખેડૂતો આ પાણીનો ઉપયોગ પોતાના પાક માટે પણ કરી શકતા નથી આ પાણી એટલું ખરાબ છે કે જો કોઈ ઢોર પાણી પીએ તો મરણ પામે જે સાબિત કરતું દ્રશ્ય આપ નિહાળી શકો છો વિડીઓમાં મૃત હાલતમાં એક ઢોર પણ નજરે પડી રહ્યું છે તંત્ર આ વાતે ચોક્કસ ધ્યાન દોરી જવાબદાર ઉદ્યોગો સામે કડક પગલાં ભરે તે જરૂરી બન્યું છે…

Related Articles

Back to top button