गुजरात

સુરત : યુવકને ચાલુ બાઇકે પત્નીનો ફોન ઉપાડવાનું 1.50 લાખ રૂપિયામાં પડ્યું, ચેતવણીરૂપ ઘટના

સસરાને ઘરે ચાલતા ફર્નીચરના કામ માટે રૂપિયા 1.50 લાખ આપવા જવા નિકળેલા ઍસ્સાર કંપનીના કર્મચારીને પત્નીનો ફોન રિસિવ કરવાનું ભારે પડ્યું છે. યુવકે રીંગરોડ આઈસીઆઈસીઆઈ બેન્ક પાસેથી પસાર થતો હતો તે વખતે જ પત્નીનો ફોન આવતા બાઈક સાઈટ પર કરી ફોન રિવિસ કરવા જતા તે વખતે પાછળથી હેલ્મેટ પહેરીને આવેલા બે સ્નેચરો તેના હાથમાંથી મોબાઈલ ખેચવાનો પ્રયાસ કર્યો હતો જાકે ફોન હાથમાં નહી આવતા પાછળ બેસેલા અજાણ્યાઍ બાઈકની ટાંકી ઉપર મુકેલ રોકડા રૂપિયા મૂકેલ બેગ ઝૂંટવી નાસી ગયા હતા. પોલીસે યુવકની ફરિયાદ (Surat Police) લઈ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે સુરત ના અડાજણ બોટોનિકલ ગાર્ડનની સામે વિક્ટોરીયા ગ્રીન ખાતે રહેતા વિશાલ અરવિંદભાઈ રાઠોડ કંપનીમાં નોકરી કરે છે. વિશાલ ગઈકાલે બપોરે તેના સસરાના ઘરે ફર્નીચરનું કામ ચાલતુ હોવાથી તેઓને રૂપિયાની જરૂર હોવાથી અગાઉ સસરા પાસેથી લીધેલા હોવાથી તેઓને ફર્નીચર માટે જરૂર પડતા ઘરેથી રૂપિયા 1.50 લાખ લઈને સસરાને આપવા માટે જતા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close