गुजरात

પ્રાંત કચેરી અબડાસા ખાતે પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જૈતાવતની અધ્યક્ષ સ્થાને વૈશ્વિક મહામારી કોરોના (કોવિડ-૧૯) સંદર્ભે બેઠકનું આયોજન કરવામાં આવ્યુ

Anil Makwana

અબડાસા – કચ્છ

રિપોર્ટર – રમેશ ભાનુશાલી

પ્રાંત કચેરી અબડાસા ખાતે પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જૈતાવતની અધ્યક્ષ સ્થાને વૈશ્વિક મહામારી કોરોના (કોવિડ – ૧૯) સંદર્ભે બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું. જે બેઠકમાં મામલતદાર કચેરી, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ ડીપાર્ટ્મેન્ટ, તાલુકામાં કાર્યરત કંપનીઓ, વેપારી એશોસિયેશન તથા તાલુકાના સામાજિક અગ્રણિયો હાજર રહેલ હતા. પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જૈતાવત દ્વારા વિવિધ ટીમો બનાવી કોરોના સંદર્ભે તાલુકાના વિવિધ વિસ્તારોમાં ડ્રાઇવ યોજવા, વેપારીઓને કોરોના સંદર્ભે તકેદારી રાખવા તથા કંપનીઓને કોરોના સંદર્ભે ખાસ તકેદારી રાખવા તથા મુલાકાત સમયે કોઇ ખામી જણાતા કંપનીને નોટીસ આપવા અંગે જણાવ્યુ હતુ. કોરોના સંદર્ભે અબડાસાની જનતાને ફેશ કવર(માસ્ક પહેરવા) અંગે તથા સોશ્યલ ડીસ્ટેસિંગ જાળવવા અપીલ કરી હતી. કોરોના જેવી વૈશ્વિક મહામારી સામે લડવા અબડાસા તાલુકાની જનતાને સમજાવ્યુ હતુ કે માસ્ક એ જ વેક્શીન છે તથા તેનુ પાલન કરવુ જરુરી છે. તથા આ પાલન ન કરનારને સરકારશ્રીની સુચના મુજબ દંડ કરવામાં આવશે જેથી જનતાએ દંડ ભરવો ન પડે માટે સરકારશ્રીની સુચનાનું પાલન કરે તે અનિવાર્ય છે.

 

Related Articles

Back to top button