સુરતમાં ગુંડારાજ : ધોળેદિવસે વેપારીનું અપહરણ, ઘટનાનો CCTV Video સામે આવ્યો
સુરતના સૌથી પોર્શ ગણાતા એવા વેસુ વિસ્તરમાં પૈસાની લેતીદેતીમાં એક વેપારીને તેની ઓફિસ નીચે આવેલી ગાડીમાં કેટલાક લોકોએ અપહરણ કરી ફરાર થઈ ગયા હતા. જોકે સમગ્ર ઘટના સીસી ટીવી કેદ થયા બાદ વેપારીના પરિવાર દ્વારા ફરિયાદ કરવામાં આવતા પોલીસે વેપારીને અપહરણકારો ચુંગલ માંથી છોડાવી બે આરોપી મોડી રાત્રે ધરપકડ કરી હતી.
લોકડાઉન બાદ રાજ્યમાં વેપાર ઉધોગ શરૂ થયા છે પણ પણ લોકો પાસે રૂપિયા નથી ત્યારે પૈસાની ઉઘરાણી મામલે સુરતના વેસુ વિસ્તારમાં રહેતા કલ્પેશભાઈ શાંતીલાલ બોસમીયા વેસુ એલ.પી.સવાણી સ્કુલની સામે કેનાલ વોક શોપિંહ કોમ્પલેક્ષમા ઓફિસ ધરાવે છે અને નજીક માં આવેલી બિલ્ડિગ માં રહે છે.
જોકે ગતરોજ સવારે પોતાની ઓફિસે જઈ રહ્યા હતા ત્યારે જૂના પૈસાની ઉઘરાણી કરવા આવેલા બે ઈસમોએ તેમની ઓફિસની બિલ્ડિગમાં આવીને એક કાળા રંગની વેન્ટો મોટરકાર નં . GJ – 05 – JR – 4115 ગાડીમાં ત્રણ અજાણ્યા ઈસમોએ આવીને કલ્પેશભાઈ પોતાની ગાડીમાં બળજબરી બેસાડી જોત જોતામાં ફરાર થઈ ગયા હતા.