गुजरात

ભુજ તાલુકા ના ડગાળા ગામ ના તળાવમા નવા નીર આવતા સમગ્ર ગ્રામજનોની હાજરીમાં વાજતે ગાજતે નીર ના વધામણાં તેમજ પુજન કરવામાં આવ્યું

ભુજ

રિપોર્ટર – પ્રકાશ ગરવા

ભુજ તાલુકા ના ડગાળા ગામ ના તળાવ મા સારા વરસાદના કારણે નવા નીર આવતા તડાવ ઓગનતા આજે સમગ્ર ગ્રામજનોની હાજરીમાં વાજતે ગાજતે તળાવનો પૂજન કરીને નવા નિરને વધાવવામાં આવ્યું. અને તળાવ ઓગનવાની ખુશીમાં ગામના તડાવે મેઘલાડું પ્રસાદનો વિતરણ કરવામાં આવ્યુ. જેમા ગામના સરપંચ શ્રી માવજીભાઈ, પુર્વ સરપંચ શ્રી ભુરાભાઈ, પુર્વ સરપંચ શ્રી દાનાભાઇ, માજી ચેરમેન શ્રી વેલજીભાઈ, ગામના દાનાભાઇ, કરમણભાઈ અને ગ્રામજનો હાજર રહ્યા હતા. દીલીપભાઇ, મહેન્દ્રભાઇ,શંભુભાઈ ભગુભાઇ, માવજીભાઈ અને વિરમભાઇ મેરીયાએ વ્યવસ્થા સંભાળી હતી

Related Articles

Back to top button