गुजरात
મોરબી: અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતા 4 યુવાનોનાં મોત, મૃૃતકોમાં બે સગા ભાઈ અને સાળો-બનેવી શામેલ

મોરબી : મોરબીમાં 28 જાન્યુઆરીના રોજ, આજે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ ગોઝારો અકસ્માત થયો છે. જેમાં મોરબીના સામાકાંઠે આવેલા માળીયા ફાટક નજીક અજાણ્યા વાહન ચાલકની અડફેટે બાઈક આવી ગઇ હતી. જેમા રાજસ્થાનના ઉદયપુરથી મોરબી આવેલા ચાર વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જ્યારે તેને લેવા આવેલા વ્યક્તિને પણ ઈજાઓ થતાં સારવાર અર્થે પ્રથમ મોરબી બાદમાં રાજકોટ ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસે ગુનો નોંધીને ફરાર અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે.
અકસ્માતની પ્રાથમિક માહિતી પ્રમાણે, ઇજાગ્રસ્ત દિનેશ શંભુભાઈ માળીયા ફાટક નજીક ચાર મૃતકોને લેવા આવ્યા હતા.
મૃતકોના નામ
તેજારામ વખતારામ ગામેતી (ઉ.વર્ષ- 17)
શિવાજીભાઈ પ્રતાપભાઈ ગામેતી (ઉ.વર્ષ -19)
સુરેશભાઈ પ્રતાપભાઈ ગામેતી (ઉ.વર્ષ -18)
મનાલાલ ઉમેંદજી કળાવા (ઉ.વ.19) – શિવજીભાઈ પ્રતાપભાઈનો સાળો છે.