गुजरात

દહેગામ નગરપાલિકા વોર્ડ વિસ્તારોમાં ૨૦૨૦ના ઘણા ખરા કામો બાકી ને નવા કામોનું ખાતમુહૂર્ત કરાયું.

વર્ષ ર૦૨૦ના ઘણા કામો અધુરા ને નવીન અંતિમ કામોની છણાવટ કરાઇ.

દહેગામ

રિપોર્ટર – આર.જે.રાઠોડ.

દહેગામ નગરપાલિકાના જુદા જુદા વોર્ડ વિસ્તારોમાં વર્ષ ૨૦૧૯ – ૨૦ના ઘણાં ખરા અંતિમ કામો કોન્ટ્રાક્ટર દ્વારા હાલમાં આજે પણ અધુરા કામ છેલ્લા ત્રણ ત્રણ મહિના થી પડી રહ્યા છે. તંત્રની અને સત્તા શાસનકર્તાઓ સ્થળ પર નજર નાખવા કે ફરકવા પણ ગયા નથી.

જેની અનેકવાર રહિશોએ કર્મચારીઓને વોર્ડના નગરસેવકોને રજૂઆત કરવામાં આવેલ છતાં અધુરા કામ પુર્ણ કરાયા જ નથી. જેના કારણે દહેગામના નગરજનો અને વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. નગરજનો અને વાહનચાલકોમાં તંત્ર પર શાસનકર્તા પર રોષ ભભૂકી ઉઠ્યો છે.

ત્યારે સત્તા શાસનકર્તાએ ક્યારેય તસ્તી લીધી નથી. કે તંત્ર સામે ક્યારેય સવાલ ઉઠાવ્યો નથી. દહેગામ કોલેજ કંપાનો સી. સી. રોડ. અને ચેતના હોટલ પાસે રસ્તો આજ પણ પૂર્ણ થયેલ નથી. તેમજ અન્ય વિસ્તારોમાં કામ પડી રહ્યા છે તેવાં સ્થળે નગરજનો અને રાહદારી. વાહનચાલકો પરેશાન થઇ રહ્યા છે. ત્યાં સત્તા શાસનકર્તા નજર નાખવા ફરકયાં જ નથી. જ્યારે વર્ષ ૨૦૨૦ના અંતિમ કામોનું ખાતમુહૂર્ત સત્તા શાસનકર્તાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવેલ તેવા નવીન કામો ક્યારે પૂર્ણ થાય તેની સમય મર્યાદા કોઇ નક્કી જ કહી શકાય નહીં. આવા અનેક સવાલો તંત્ર અને સત્તા શાસનકર્તા સામે નગરજનોએ અને વાહનચાલકોમાં ઉઠ્યા છે.

Related Articles

Back to top button