આડેસર પોલીસ સ્ટેશનમાં છેલ્લા એક વર્ષથી ૩ ગુનામાં નાસતા ફરતા આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી બોર્ડર રેન્જ ભુજ ની ટીમ
Anil makwana
રાપર
રિપોર્ટર – લક્ષ્મણસિંહ જાદવ
પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર. મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ નાઓની સુચના તથા પોલીસ ઇન્સપેકટર શ્રી બી.એસ.સુથાર ની રાહબારી હેઠળ અત્રેની રેન્જના પોલીસ સ્ટેશન વિસ્તારના ગુના કામેના નાસ્તા ફરતા આરોપી પકડવા રેન્જની ટીમ આવા આરોપીઓની શોધખોળમા પેટ્રોલીંગમા હતી દરમ્યાન હકીકત આધારે આડેસર પોલીસ સ્ટેશન ના પ્રોહીબીશન ના છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પ્રોહી મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવી. આ આરોપી નીચે મુજબના ગુનાઓમાં નાસતો ફરતો હતો
૧.આડેસર પ્રોહિ.૫૧૮૫/૧૯
૨.આડેસર પ્રોહિ.૫૧૮૬/૧૯
૩.આડેસર પ્રોહિ.૫૧૮૭/૧૯
મુદામાલની વિગત
(૧) ભારતીય બનાવટની વિદેશી દારૂ ની અલગ અલગ બ્રાન્ડની ૭૫૦ એમ.એલ. ની બોટલો નંગ-૧૪૪ તથા ૧૮૦ એમ.એલ. ના કવાટરીયા નંગ-૨૪૯ તથા બીયર ટીન નંગ-૬૫ તથા ૩૭૫ એમ.એલ ના કવાટરીયા નંગ- ૧૬ એમ કુલ કિ.રૂા. ૮૮,૭૭૫/-નો પ્રોહિ મુદામાલ
(૨) બે મોબાઇલ ફોન કિ.રૂા. ૧૦૦૦/-
એમ કુલ્લે કિ.રૂ. ૮૯,૭૭૫/-
આરોપી, હરીસિંહ જોરૂભા વાઘેલા ઉ.વ. ૩૮ રહે. દરબારગઢ કિડીયાનગર તા.રાપર, આ કામગીરી પોલીસ સબ ઇન્સ્પેકટર એન.વી.રહેવર તથા પો.કોન્સ. જનકભાઇ લકુમ તથા હરપાલસિહ જાડેજા નાઓએ સાથે રહી કરવામા આવેલ હતી.