गुजरात

પાટીલજીની સૌરાષ્ટ્ર યાત્રા બાદ ભાજપનાં આટલા બધા નેતાઓ થયા કોરોના સંક્રમિત, જાઇ લો યાદી

રાજકોટ : રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજ અને તેના પુત્ર અંશનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા બંને પિતા-પુત્રને રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જે બાદ અભયભાઈ ભારદ્વાજ અને તેના પુત્રના ક્લોઝ કોન્ટેક્ટ માં આવેલા વ્યક્તિઓની યાદી બનાવવામાં આવી હતી જે યાદીમાં તેમના નિકટના પરિવારજનો તેમજ અભયભાઈ ભારદ્વાજની ઓફિસમાં કામ કરતાં કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત તમામનો કોરોના વાઇરસનો રિપોર્ટ કરવામાં આવતા અભયભાઈ ભારદ્વાજની ઓફિસના 8 કર્મચારીઓ કોરોના સંક્રમિત હોવાનું ખૂલ્યું છે. જે 8 કર્મચારીઓમાં અભયભાઈ ભારદ્વાજના ડ્રાઇવર તેમજ તેમનો પર્સનલ આસિસ્ટન્ટનો પણ સમાવેશ થાય છે.

બીજી તરફ તંત્ર દ્વારા અભયભાઈ ભારદ્વાજના નજીકના પરિવારજનોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે ટેસ્ટમાં તેમના ધર્મપત્ની અલકાબેન ભારદ્વાજ તેમજ તેમના જમાઇનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે અભયભાઈ ભારદ્વાજના ધર્મપત્ની અલકાબેન ભારદ્વાજ હાલ દાખલ થયા હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

Related Articles

Back to top button