गुजरात

સુરત : પરિણીતા રસોડામાં કામ કરતી હતી અને પડોશી યુવાન અચાનક નગ્ન થઇ ગયો

સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ ન્યુ કોસાડ રોડ ખાતે એક સોસાયટીમાં એક મહિલા (Woman) રસોડામાં કામ કરતી હતી ત્યારે પાડોશી  યુવાન નગ્ન થઇ ગયો હતો. અગાઉ પણ મહિલાને બિભત્સ ચેનચાળા કરી ફોન કરવાના પણ ઈશારા કરતા મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા પાડોશી યુવાન વિરુદ્ધ મહિલાની ફરિયાદના આધારે અમરોલી પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ ન્યુ કોસાડ રોડ ખાતે એક સોસાયટીમાં રહેતી પરિણીતાને છેલ્લા ત્રણ ચાર દિવસથી પાડોશમાં રહેતો અને મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતો યુવાન પ્રકાશ ચીમનભાઇ સોલંકી બિભત્સ ચેનચાળા કરતો હતો. પરિણીતા ઘરની બહાર નીકળે ત્યારે પ્રકાશ ઇશારા કરતો હતો. હદ તો ત્યારે થઇ ગઈ કે, પરિણીતા તેના રસોડામાં કામ કરતી હતી ત્યારે પ્રકાશ રૂમમાં રૂમાલ વીંટાળી આવ્યો હતો અને પરિણીતાની સામે જ રૂમાલ કાઢી નગ્ન થઇ બિભત્સ ચેનચાળા કર્યા હતા.

જોકે, પરિણીતાએ તે સમયે તેના પતિને જાણ થાય તો મોટી માથાકૂટ થશે તેમ વિચારી રસોડાની બારી બંધ કરી દીધી હતી. જોકે, ત્યાર બાદ પણ પ્રકાશ પરિણીતાના ઘરની બહાર આંટા મારી ફોન કરવાનો ઈશારો કરતો હતો.

Related Articles

Back to top button