गुजरात

સુરતના 13 વર્ષના કિશોરનો આપઘાત : કિશોરની સાથે ભણતા મિત્રએ જ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યાંનો ખુલાસો

સુરત : સુરતમાં બે અઠવાડિયા પહેલા એક 13 વર્ષના સ્કૂલના છોકરાએ આપઘાત કરી લીધો હતો. જે બાદમાં પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં તેની સાથે આપઘાત પહેલાના 24 કલાકમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયાનો ખુલાસો થયો છે. આ મામલે પોલીસે કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં પોલીસે મૃતક યુવકની સાથે જ અભ્યાસ કરતા એક 14 વર્ષના કિશોરની અટકાયત કરી છે. આપઘાત કરનાર કિશોર અને ધરપકડ કરવામાં આવી છે તે કિશોર બાળપણથી સાથે જ અભ્યાસ કરતા હતા.

પોલીસ તપાસમાં શું માલુમ પડ્યું?

પોલીસ તપાસમાં માલુમ પડ્યું હતું કે આપઘાત કરી લેનાર કિશોરનો એક ખાસ મિત્ર છે. બંને પહેલા ધોરણથી જ સાથ અભ્યાસ કરતા હતા. 13 વર્ષના કિશોરે 10મી ઓગસ્ટના રોજ પોતાના ઘરે આપઘાત કરી લીધો હતો. એ દિવસે તેનો મિત્ર તેના ઘરે આવ્યો હતો અને દોઢ કલાક રોકાયો હતો. પોલીસે મૃતકના મિત્રની પ્રેમથી વાતો કરીને પૂછપરછ કરતા તેણે સમગ્ર હકીકત જણાવી દીધી હતી. તેણે જણાવ્યું કે તેના મિત્રએ આપઘાત કર્યો તે દિવસે તેણે તેની સાથે સંબંધ અકુદરતી સંબંધ બાંધ્યો હતો. એટલું જ નહીં ભૂતકાળમાં પણ તેણે અનેક વખત સંબંધ બાંધ્યા હતા.

શું હતું બનાવ?

સુરતના અમરોલી વિસ્તાર ના ભરથાણમાં એક કિશોરે આપઘાત કરી લીધાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. આ કિશોરે 10મી ઓગસ્ટના રોજ પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈ લીધો હતો. કિશોર આઠમાં ધોરણમાં અભ્યાસ કરતો હતો. જોકે, હાલ સ્કૂલો  બંધ હોવાથી તે ઘરે જ ઓનલાઇન અભ્યાસ (Online Education) કરતો હતો. કિશોરના આપઘાત પાછળ પોલીસનો એવો તર્ક છે કે આપઘાત પહેલા તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું હતું. જે બાદમાં કિશોરે આઘાતમાં આવીને આપઘાત કર્યો હોઈ શકે છે.

આ બનાવની વિગત એવી છે કે 13 વર્ષના કિશોરે પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈ લીધો હતો. જે બાદમાં તેના માતાપિતા તેને તાત્કાલિક હૉસ્પિટલ લઈ ગયા હતા. જોકે, ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. જે બાદમાં કિશોરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ પોસ્ટમોર્ટમમાં એવો ધડાકો થયો છે કે કિશોરે આપઘાત કર્યા પહેલા 24 કલાકની અંદર તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું છે. પોલીસે આ કેસમાં સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના પાસાને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી હતી. બીજી તરફ પરિવારનો દાવો હતો કે તેનો પુત્ર અભ્યાસ કરવાને બદલે રમ્યા કરતો હોવાથી સોમવારે તેને ઠપકો આપ્યો હતો. જે બાદમાં આવેશમાં આવીને તેણે આવું પગલું ભર્યું હોઈ શકે છે.

Related Articles

Back to top button
preload imagepreload image