કોરોના સામે ફાઇટ : રાજ્યમાં પ્લાઝમાં ડૉનેટ કરવામાં સુરત અવ્વલ, બે ખાનગી લેબને પણ મંજૂરી
સુરત : કોરોનાને માત આપી સાજા થયેલા લોકો દ્વારા ડૉનેટ કરાતા પ્લાઝમા ના ઉપયોગથી કોરોનાના દર્દી ઓને સારવારમાં મદદ મળે છે. તંત્ર દ્વારા ગત પાંચમી જુલાઇથી સ્મીમેર અને નવી સિવિલ ની લેબોરેટરી ખાતે પ્લાઝમા કલેક્શન સેન્ટરો શરૂ કરાયા છે. શહેરની બે ખાનગી બ્લડ બેન્કો ને પણ પ્લાઝમા કનેક્શન માટે મંજૂરી આપવામાં આવી છે. સિવિલ અને સ્મીમેર ખાતે કોરોનાને માત આપી સાજા થયેલ 450થી વધુ ડૉનરો દ્વારા અત્યાર સુધી પ્લાઝમાનું દાન કર્યું છે અને 750થી વધુ કોરોનાના દર્દીઓને અત્યાર સુધી સીસીટી યુનિટ ઇશ્યૂ કરવામાં આવ્યા છે.
સ્મીમેર ખાતેની કોવિડ કોન્વેલેસન્સ પ્લાઝમા બેન્ક ખાતે અત્યાર સુધી 300 જેટલા ડૉનર દ્વારા પ્લાઝમાનું દાન કરવામાં આવ્યું છે, તેમજ 500થી વધુ કોરોનાના દર્દીઓને પ્લાઝમા યુનિટ પૂરા પાડવામાં આવ્યા છે. સ્મીમેર બ્લડ બેન્કે હાલ રાજ્યમાંથી સૌથી વધુ કોન્વેલેસન્સ પ્લાઝમાનું કલેક્શન કર્યું છે. પ્લાઝમા ડોનેશન પહેલાના ટેસ્ટો બાદ જ પ્લાઝમા લેવામાં આવે છે.