गुजरात

છેલ્લા 24 કલાકમાં છોટાઉદેપુરમાં 5.7 ઇંચ, જ્યારે અમદાવાદમાં 2.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો

રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર થઇ છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યનાં અનેક વિસ્તારોમાં 14 ઓગસ્ટ સુધી વરસાદ પડે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે, બનાસકાંઠા ,પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરી છે. નવસારી, ડાંગ, આહવા અને અમરેલી, ભાવનગર સહીત 14 ઓગસ્ટ સુધી વરસાદ પડે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં છોટાઉદેપુરમાં 5.7 ઈંચ, વડોદરામાં 3 ઇંચ અને પાદરામાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે અમદાવાદમાં પણ 2.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

મહેસાણા જિલ્લામાં 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જિલ્લાના તમામ વિસ્તારોમાં વરસાદ કયાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો. ભારે વરસાદ પડતાં કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મહેસાણા જિલ્લામાં 24 કલાકમાં પડેલ વરસાદની વાત કરીએ તો, ઊંઝા – 68 MMકડી- 14 MMખેરાલુ – 40 MMજોટાણા – 26 MMબહુચરાજી – 18 MMમહેસાણા – 41 MMવડનગર – 50 MMવિજાપુર – 22 MMવિસનગર – 29 MMસતલાસણા – 18 MM એમ કુલ વરસાદ 326 MM એટલે 13 ઇંચ વરસાદ નોંધાયો છે.

Related Articles

Back to top button