गुजरात

ઓલ ઇન્ડિયા SC ST OBC માઇનોરીટીસ મહાસંઘ દ્વારા ગુજરાત રાજ્ય ના બોટાદ ભાવનગર અમરેલી જિલ્લામાં રહેતા અનુસૂચિત સમાજ ના લોકો ઉપર થતા અન્યાય અત્યાચાર બાબત બોટાદ જિલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું

Anil Makwana

બોટાદ

રીપોટર – ખેમચંદ ઉફે.હમીરભાઇ શામળિયા

અનુસૂચિત સમાજના ભાઈઓ પર તથા અન્યાય અત્યાચારો અન્ય વિગત નીચે પ્રમાણે નમુદ કરીએ છીએ. બોટાદ જિલ્લો ગામ ખોપાળા ના અમિત જેરામભાઈ પરમાર રહેનાર તે ગામના સરપંચ માથાભારે પૈસાના વગદાર માણસ જસમતભાઈ પ્રેમજીભાઈ ગાબાણી તથા વિમળા જસમત ગાબાણી સંજય જસયત ઞાબાણી આવા લોકોએ છેલ્લા એક વર્ષ પહેલા અમિત જેરામભાઈ પરમાર રે ગામની આય.ટી.આય. માંગી હતી તેના લીધે અમિત જેરામભાઈ પરમાર ઉપર જીવલેણ હુમલો કરેલ હતો અને હાથ પગ ભાંગી નાખ્યા હતા અને
આ વિશે ઉપર એટ્રોસીટીની ફરિયાદ કરેલ હોવાથી તેને ધ્યાનમાં રાખીને બદલો લેવાની કોશિશ કરી ને અમિત જેરામભાઈ પરમાર ને ફસાવવા માટે આરોપીએ ખોટા ગુના ઓ નોંધીને અમિત ને ફસાવવામાં આવેલ છે અમિતે રાષ્ટ્રીય સેવા સમાજ હીતના લાગતા કાર્ય કર્યા છે એનું કાર્ય જોઈને વિરોધી રાજકારણી ઓની આંખમાં ખટકવા લાગ્યું છે તેના કારણે અમારા અનુસૂચિત સમાજના ભાઈઓને વિરોધીઓ ના ચાલતા કોભાડ ભ્રષ્ટાચારીઓ ને જનતા સામે ઉજાગર કરવા માટે ઝુંબેશ ઉપાડી રહ્યા છે તે કારણે અમારા અનુસૂચિત સમાજ ના ભાઈઓને પોલીસ પ્રશાસન દ્વારા સાથે સાથ ઞાઠ કરીને ગુનામાં કોઈ પણ પ્રકારના પુરાવા ના અભાવે સામાજિક કાર્યકર્તા ઉપર વિરોધકોની ખોટી ફરિયાદ નોંધ કરી ને સાચી હકીકત જાણ્યા વગર પુરાવા લીધા વગર અમારા અનુસૂચિત સમાજના ભાઈઓ ઉપર એક તરફી ફરિયાદ નોંધ કરીને ખોટા સંડોવામા આવેલ છે આ ના લીધે અમારા અનુસૂચિત ભાઈઓની ધાર્મિક લાગણીઓ દુભાવેલછે અને પ્રશાસન દ્વારા દબાવો બનાવીને ફસાવવામાં આવેલી અમારી પોલીસ વિભાગના અને ઊંચ અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે અમારા અનુચિત સમાજના કોઈ પણ વ્યક્તિ ભાઈઓ ઉપર કોઈ પણ જાતની લેખિત કે મૌખિક ફરિયાદ જે પણ વિરોધી વ્યક્તિ તમારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ કરવામાં આવે ત્યારે એના સબળ પુરાવાઓ અને સાવ સાચી હકીકત જાણ્યા વગર અમારા સમાજના અનુ.જન જાતિના ભાઈઓ ઉપર કોઈપણ ગુનો કોઈપણ ઞુનો નોંધ ના કરતા એવી આપ શ્રી ને વિનંતી કરવામાં આવે છે આ સર્વ ઘટના અમિતભાઈ પરમાર એક અનુસૂચિત સમાજના હોવાથી સામેવાળા ફરિયાદી આ પરિવારના લોકોને જાનથી મરવાની પણ ધમકીઓ આપેલ હતી તેના પરિવાર ઉપર કેસ પાછો ખેંચવા માટે વારંવાર દબાણ આવતા તે એટ્રોસિટી એક્ટનો કેસ તમે પાછો નહીં ખેંચે તો તમારા છોકરાને ખોટી ફરિયાદો કરીને ફસાવી દઈશું તો ઉપર મુજબ આરોપી વિરુદ્ધ વારંવાર અરજી દેવા છતાં પણ આજ દિન સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવેલ નથી અને એટ્રોસિટી એક એ ગુનો નોંધવાના કારણે આરોપીએ અમિત ઉપર ખોટી ફરિયાદ કરેલ છે અને તેને ફસાવવા માં આવેલ છે એટ્રોસિટી એક્ટની કલમને હલકી પાડવા માટે અમારા અનુસૂચિત સમાજને બદનામ કરવા માટે આવા લોકોને ઊભા કરીને ખોટી ફરિયાદો કરેલ છે અને અમિતભાઈ પરમાર તેના પરિવાર દ્વારા કલેકટર સાહેબ શ્રી ને ગામ હિજરતની અરજી તારીખ – ૨૭- ૨- ૨૦૨૦ આપેલ હતી અને તે અરજીની આજ દિન સુધી કોઇ કાર્યવાહી થયેલ નથી માનનીય મહાશય સાહેબ આપને અમારા સંગઠન વતી વિનંતી કરવામાં આવેલ છે કે આ સર્વ પ્રકરણની ઉચ્ચ તપાસ કરવામાં આવે અને આ પરિવારને ન્યાય આપવામાં આવે એવી વિનંતી કરીએ છીએ, પ્રવીણભાઈ રાઠોડ એક સામાજિક કાર્યકર હોય તેઓ પર પોલીસ દ્વારા ખોટી ફરિયાદો દાખલ કરીને હેરાનગતિ કરતા હોય અને માનવ અધિકારોનું ભક્ષણ કરેલ હોય તે માટે અમને ન્યાય અપાવવા બાબત.
પ્રવીણભાઈ ડાયાભાઇ રાઠોડ એક અનુ.જાતિના આગેવાન અને સામાજિક કાર્યકર છે. એસ.સી. એસ.ટી. ઓબીસી અને માઈનોરીટી સમાજના લોકો ઉપર થતા અન્યાય અત્યાચારની સામે ભોગ બનનારને કાનુની મદદ કરીને ન્યાયના હિતમાં કામ કરે છે. ત્યારે તાજેતરમાં કોળી સમાજની બહેન ઉપર સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો હોય ત્યારે આ પીડિતોને કાનુની મદદ કરી હોય તેથી રાજકીય વગ ધરાવતા સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા અને પોલીસની મીલીભગતથી પ્રવીણભાઈ રાઠોડ ઉપર ખોટી ફરિયાદ દાખલ કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. અને બીજી ખોટી પાયા વિહોણી આક્ષેપો થકી ખોટી ખંડણીની ફરિયાદો દાખલ કરેલ છે. અને માનવ અધિકારોનુ ભક્ષણ કરીને પ્રવીણભાઈ રાઠોડનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું છે અને અનુ.જાતિના આગેવાનને દબાવવાના પ્રયાશો થઇ રહ્યા છે અને તેમના પરિવારને માનસિક ત્રાસ આપીને હેરાનગતિ કરવામાં આવે છે. તો આપ સાહેબશ્રી આ વિષય પર ગંભીરતાથી નોંધ લઈ તે પરિવારને ન્યાય આપવા નમ્ર વિનતી છે

બોટાદ જીલ્લાના અનુસૂચિત સમાજના આગેવાન કાર્યકર્તા લાલજીભાઈ ડી. મકવાણા તેઓ બોટાદમાં સરકારી તંત્રમાં ચાલતા બેફામ ભષ્ટાચારોને જાગૃત કરતા આર.ટી.આઈ કાર્યકર્તા હોય સરકારી તંત્રની માહિતી ઉજાગર કરેલ હોવાથી તંત્રએ કિન્નાખોરી રાગ્દેવ્શ દ્વેષ રાખી તેઓનો અવાજ દબાવવા ખોટા પાસાના કેસમાં હદપાર કરવામાં આવેલ છે. આ પીડિત વ્યક્તિને ન્યાય આપવા વિનતી.
આ સર્વે વિષયોની ગંભીરપૂર્વક નોંધ લઈને શાસન અને પ્રસાસન દ્વારા જે ખોટા કેસ કરવામાં આવેલ છે તેની CBI તપાસ થાય તેવી અમારા સંઘઠનની માગણી સાથે યોગ્ય ઘટીત કાર્યવાહી કરીને આ પ રિવારોને ન્યાય આપવા આવે તેવી માંગણીઓ સંગઠન દ્વારા કરવામાં આવી હતી આવેદનપત્ર આપવા ઉપસ્થિત ઓલ ઇન્ડિયા SC ST OBC માઇનોરીટીસ મહાસંઘ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ આ.પી‌.આય. ગુજરાત પ્રદેશ પ્રભારી મુંબઈ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી.આલજી ભાઈ મારુ સંત રોહિદાસ વંશી વઢીયારા ચમાર સમાજના રજી.કેન્દ્રીય પંચાયત જનરલ સેક્રેટરી નથુભાઈ કે ડોડીયા રાષ્ટ્રીય સંગઠન પ્રમુખ નરેશભાઈ મારુ નડિયાદ જિલ્લાના પરેશભાઈ પંડ્યા કાળા ભાઈ રાણાભાઈ પરમાર વિશાલભાઈ મારુ જયરામભાઈ પરમાર દિનેશભાઇ પરમાર મેઘજીભાઈ ખોડાભાઈ સોલંકી ખીમજીભાઇ કતપરા દિપેશભાઈ રાઠોડ કરસનભાઈ કતપરા મોહનભાઈ પીઠાભાઇ આહણીયા ભાવેશભાઈ આહણીયા અજયભાઈ પરમાર જેરામભાઈ મુછડીયા વગેરે સર્વ અનુસૂચિત સમાજના ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા .

Related Articles

Back to top button