गुजरात

નંદેસરી રોડ પર પોલીસ કેસમાં પંચ તરીકે રહેલા યુવક પર કારમાં આવેલા શખ્સોનો હુમલો | assault on biker on nandesari road



વડોદરાઃ નંદેસરી વિસ્તારમાં બાઇક સવાર યુવક પર ત્રણ હુમલાખોરોએ પાઇપ વડે હુમલો કરતાં પોલીસે ત્રણેય સામે ગુનો નોંધ્યો છે.

સાવલીના મોકસી ખાતે નાની ભાગોળ નજીક રહેતા નરેશભાઇ ભોઇએ  પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૩૦મી જૂને રાત્રે હું મારા મિત્રને લેવા બાઇક પર જતો હતો ત્યારે નંદેસરી-સાંકરદા સર્વિસ રોડ પર કારમાં આવેલા તુષાર કૌશિકભાઇ દરજી અને સન્ની વાંસફોડાએ મને અટકાવ્યો હતો.

ત્યારબાદ બાઇક પર સુધીર સરદાર પઢિયાર(ત્રણેય રહે.સાંકરદા) પણ આવ્યો હતો અને તેમણે મને ગડદાપાટુ અને પાઇપ વડે માર માર્યો હતો.ભાદરવા પોલીસમાં સુધીર પઢિયાર અને તુષાર દરજી વિરૃધ્ધ થયેલા પોલીસ કેસમાં હું પંચ તરીકે રહેતાં તેની અદાવત રાખીને હુમલો કરવામાં આવ્યો હતો.જેથી નંદેસરી પોલીસે ત્રણેય હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button