दुनिया

ચીનનાં ઝૂમાં રીંછ બનવાની નોકરી માટે વાર્ષિક રૂ. 14 લાખ પગાર | Annual salary of Rs 14 lakh for a job as a bear in a Chinese zoo



– રીંછનો કોસ્ચ્યુમ પહેરી લોકોને મનોરંજન પૂરું પાડવાનું કામ

– નોકરીની મુખ્ય શરત એ છે કે તે મુલાકાતીઓ સાથે વાત કરી શકશે નહીં તે ફક્ત ઇશારા જ કરી શકશે

નવી દિલ્હી : મધ્ય ચીનનાં એક પ્રાણી સંગ્રહાલયે કાળો રીંછ બની ઝૂમાં ફરવા અને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓથી લોકોને મનોરંજન પૂરુ પાડવા માટે એક નોકરીની જાહેરાત બહાર પાડી છે. આ નોકરીમાં એક લાખ યુઆન એટલે કે ૧૫૦૦૦ ડોલર પગાર આપવામાં આવશે.

રીંછનું કોસ્ચ્યુમ પહેરી તેની નકલ કરવનું કામ કરવાનું છે અને આ માટે વાર્ષિક ૧૪ લાખ રૂપિયાનું પેકેજ આપવામાં આવશે. મીડિયા અનુસાર હેનાન પ્રાંતનાં લુઓહે શહેરમાં આવેલ લુઓહે પ્રાણી સંગ્રહાલયે ૧૩ જૂને નોકરીની જાહેરાત પાડી હતી.

આ જાહેરાતમાં રીંછનું કોસ્ચ્યુમ પહેરી પ્રાણી સંગ્રહાલયમાં ફરવા તથા લોકો સાથે રીંછની જેમ ઇશારાઓમાં વાત કરવા માંગતા યુવાનો પાસેથી અરજી મંગાવવામાં આવી છે. 

જાહેરાતમાં એક શરત મૂકવામાં આવી છે અને તે શરત એ છે કે આ વ્યકિતને સમગ્ર દિવસ ચૂપ રહેવુ પડશે અને માણસનાં અવાજમાં એક પણ શબ્દ બોેલવાનો નથી. 

આ નોકરીની જાહેરાત સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ છે. આ જાહેરાતમાં આ નોકરી માટે અનેક રસપ્રદ શરતો અને ગાઇડલાઇન દર્શાવવામાં આવી છે. આ જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી વધારે હોવી જોઇએ અને તે તંદુરસ્ત હોવો જોઇએ. 

આ નોકરીમાં છ કલાકની શિફ્ટ હશે. મહિનામાં ચાર રજા આપવામાં આવશે. એક કડક શરત એ મૂકવામાં આવી છે કે રીંછ બનનાર વ્યકિત પ્રાણી સંગ્રહાલયમાં મુલાકાતે આવનાર વ્યકિત સાથે માનવીય ભાષામાં વાત કરી શકશે નહીં. જો કે ઇમરજન્સીમાં આ શરતનાં પાલનમાંથી મુક્તિ આપવામાં આવી છે. 

ઉમેદવાર પાસે અપેક્ષા રાખવામાં આવી છે કે તે ભોજનની બાબતમાં સહજ હોય કારણકે મુલાકાતીઓ તેને અલગ અલગ પ્રકારની ખાવાની વસ્તુઓ આપી શકે છે અને તેને તમામ લોકોની ખાવાની વસ્તુઓનો સ્વીકાર કરવો પડશે.



Source link

Related Articles

Back to top button