30મીથી ભાવનગર-પોરબંદર ટ્રેન રાણાવાવ રેલવે સ્ટેશન સુધી દોડશે | Bhavnagar Porbandar train will run till Ranavav railway station from 30th

![]()
રિમોડેલિંગ કાર્યના કારણે ટ્રાફિક અને પાવર બ્લોક લેવાતા
આજથી પોરબંદર આવતી-જતી ૧૦ ટ્રેન સંપૂર્ણપણે રદ્દ, ૪ જુલાઈ
સુધી ટ્રેનોના સંચાલનમાં અસ્થાયી ફેરફાર રહેશે
ભાવનગર – પોરબંદર
યાર્ડમાં રિમોડેલિંગ કાર્યના કારણે આવતીકાલથી ૪ જુલાઈ સુધી ટ્રેનોના સંચાલનમાં
અસ્થાયી ફેરફાર કરવામાં આવ્યા છે. જેના કારણે ભાવનગર-પોરબંદર-ભાવનગર ટ્રેન પણ
રાણાવાવ રેલવે સ્ટેશન સુધી જ દોડાવામાં આવશે.
પશ્ચિમ રેલવે દ્વારા રિમોડેલિંગના કામને કારણે ટ્રાફિક અને પવાર બ્લોક
લેવાતા તા.૨૩-૬થી તા.૪-૭ સુધી પોરબંદર-ભાણવડ-પોરબંદર, પોરબંદર-કાનાલુસ-પોરબંદર,
રાજકોટ-પોરબંદર-રાજકોટ સહિત ૧૦ ટ્રેન સંપૂર્ણપણે રદ્દ રહેશે. તેમજ
તા.૩૦-૬થી તા.૪-૭ દરમિયાન પોરબંદર-ભાવનગર-પોરબંદર ટ્રેન પોરબંદર-રાણાવાવ-પોરબંદર
સેક્શન વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે. આ ટ્રેનો રાણાવાવ સ્ટેશન પરથી શોર્ટ ટર્મિનેટ
અને શોર્ટ ઓરિજિનેટ થશે. એટલે કે આ ટ્રેન માત્ર ભાવનગર-રાણાવાવ વચ્ચે જ દોડશે.
તેવી જ રીતે તા.૩૦-૬થી તા.૪-૭ સુધી પોરબંદર-રાજકોટ ટ્રેન પોરબંદરથી એક કલાક મોડી
પ્રસ્થાન થશે. દાદર-પોરબંદર એક્સપ્રેસને તા.૩૦-૬થી તા.૪-૭ દરમિયાન રાજકોટ સ્ટેશન
પર ૧ કલાક, ૦૫ મિનિટ વિનિયમિત (રેગ્યુલેટ) કરવામાં આવશે તેમ
ભાવનગર રેલવેના સૂત્રોએ જણાવ્યું છે.



