गुजरात

વાઘોડિયારોડના બૂટલેગરે ફરીથી દારૃનો ધંધો શરૃ કર્યો


વડોદરા,જિલ્લા અને શહેરમાં દારૃનો મોટાપાયે ધંધો કરતા બૂટલેગરના  પુત્રને પોલીસે દારૃ અને બિયરના જથ્થા સાથે ઝડપી પાડયો છે. જ્યારે બૂટલેગર પિતાની શોધખોળ ચાલુ છે.

પીસીબી  પોલીસે મળેલી માહિતીના આધારે  વાઘોડિયારોડ પરિવાર ચાર રસ્તા  પાસે પુનિતનગરમાં રહેતા સાગર ધોબીને દારૃની ૨૨ બોટલ સાથે ઝડપી પાડયો હતો. તેણે  પોલીસને જણાવ્યું  હતું કે, આ દારૃ મારા પિતા મુકેશ પુનમચંદ ધોબીએ મંગાવ્યો છે, પરંતુ, કોની પાસેથી મગાવ્યો છે. તેની મને જાણ નથી. પોલીસે તેની પાસેથી દારૃની ૨૨ બોટલ કિંમત રૃપિયા ૩,૪૨૩, રોકડા  તથા મોબાઇલ ફોન મળીને કુલ ૯,૨૨૩ રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.



Source link

Related Articles

Back to top button