गुजरात
અટલાદરામાં પાર્કિંગના મુદ્દે મારામારી થતા ફરિયાદ | Complaints about fights over parking in Atladara

![]()
વડોદરા, અટલાદરા કોઠીવાળા ફળિયામાં ગઇકાલે બપોરે પાર્કિંગના મુદ્દે નજીકમાં જ રહેતા બે પરિવાર વચ્ચે મારામારી થઇ હતી. જે અંગે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી છે.
પાર્કિંગના મુદ્દે થયેલી મારામારી પછી બંને પક્ષે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પી.આઇ. પાર્થ પસ્તાગીયાએ આ કેસમાં કુલ ૪ ની ધરપકડ કરી છે. જેમાં (૧) યોગેશ ફતેસિંહ ચાવડા (૨) દિપક ફતેસિંહ ચાવડા(૩) નિલેશ ચાવડા (૪) વિશાલ ચાવડા (૫) પવનકુમાર ચાવડા (૬) મિલન ચાવડા (૭) દેવ ચાવડા (૮) મહેન્દ્ર ચાવડા (૯) નિવોદ ચાવડા તથા (૧૦) શ્રીજીત ચાવડાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


