गुजरात

તાંદળજામાં ખોરાક શાખાની તપાસ, નિયમભંગ બદલ દુકાનદારને નોટિસ | Vadodara Food Department Raid: Shop Owner Issued Notice For Hygiene Violations In Tandalja



Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોરાક શાખા દ્વારા આજે શહેરના તાંદળજા વિસ્તારમાં વિવિધ દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં તેની ચકાસણી માટે અધિકારીઓએ ખાદ્યપદાર્થોના વેચાણ અને લાઇસન્સ સંબંધિત વિગતોની તપાસ કરી હતી.

તપાસ દરમિયાન એક દુકાનમાં ફરજિયાત લાઇસન્સ ગ્રાહકોને દેખાય તે રીતે પ્રદર્શિત કરવામાં આવ્યું ન હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત ફ્રોઝન નોનવેજ ફૂડ તોડીને છૂટકમાં વેચવામાં આવતું હોવાનું પણ જણાયું હતું. નિયમભંગને ગંભીરતાથી લઈ ખોરાક શાખાએ સંબંધિત દુકાનદારને નોટિસ પાઠવી છે.

મ્યુનિસિપલ તંત્રે ખાદ્યપદાર્થોના વેપારીઓને નિયમોનું પાલન કરવા અને લાઇસન્સ સહિતની જરૂરી વિગતો જાહેરમાં પ્રદર્શિત રાખવા સૂચના આપી છે. ખોરાકની ગુણવત્તા અને ગ્રાહકોના આરોગ્યને ધ્યાનમાં રાખી આવી તપાસની કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેવું જણાવ્યું છે.



Source link

Related Articles

Back to top button