गुजरात
ગરમીમાં અગાસી પર સુવા ગયેલા પરિવારના ઘરમાંથી ચોરી | thieves loot house while owners sleep on roof due to summer heat

![]()
Vadodara Theft Case : વડોદરાના ન્યુ વીઆઇપી રોડ પર આવેલી સાગર સોસાયટીની બાજુમાં કૃષ્ણનગરમાં રહેતા અલ્કેશભાઈ સોમજીભાઈ ગણાવા ડ્રાઇવિંગ કરે છે. ગત 19 મી તારીખે રાત્રે 11:00 વાગે તેઓ મકાનનો નીચેનો દરવાજો લોક કરી પરિવાર સાથે ધાબા પર સુવા ગયા હતા. સવારે 6:00 વાગે નીચે આવ્યા ત્યારે મકાનના મુખ્ય દરવાજાનો નકૂચો તૂટેલો હતો. ઘરમાં તપાસ કરતા તિજોરી ખુલ્લી હતી અને સામાન વેરવિખેર હતો. ચોર ટોળકી ઘરમાંથી સોનાનું મંગળસૂત્ર તથા અન્ય દાગીનાઓ, હોમ થિયેટર અને રોકડા 15,000 ચોરીને કરી ફરાર થઈ ગઈ હતી.


