गुजरात

૨૨.૮૧ લાખ પડાવનાર આરોપી પાસેથી એકપણ રૃપિયો રિકવર ના થયો | Not a single rupee was recovered



વડોદરા,ગોત્રી વિસ્તારમાં આવેલા પેવેલિયન હાઇટ્સ પ્રોજેક્ટમાં ફ્લેટ બુક કરાવનાર નિવૃત્ત ચીફ એન્જિનિયરના ૨૨.૮૧ લાખ પડાવી લેનાર ભેજાબાજને પોલીસે ઝડપી પાડી રૃપિયા રિકવર કરવાના પ્રયાસો શરૃ કર્યા છે.

વાસણા રોડના પાર્થ પાર્કમાં રહેતા ઓએનજીસીના નિવૃત્ત એન્જિનિયર હરજીતસિંંઘ દર્શનસિંઘે વર્ષ-૨૦૨૦માં પેવેલિયન હાઇટ્સ પ્રોજેક્ટમાં  ફ્લેટ બુક કરાવવા ગયા હતા. ત્યારે બુકિંગ ઓફિસમાં બેસતા અને પ્રોજેક્ટ સાથે સંકળાયેલા પ્રતીક પ્રભાતભાઇ મહેતા (રહે.ઇસ્કોન હાર્મની,ગોત્રી રોડ)સાથે પરિચય થયો હતો. રોકાણ સામે  ઊંચા વળતરની લાલચ  આપી પ્રતીક મહેતાએ ૨૨.૮૧ લાખ પડાવી લઇ પરત  કર્યા નહતા. જ ેઅંગે ગોત્રી પોલીસે ગુનો દાખલ કર્યો હતો. ગુનો દાખલ થતા તરત જ પોલીસે પ્રતીકને ઝડપી પાડી પૂછપરછ કરતા તેણે જણાવ્યંુ હતું કે, મેં આ રૃપિયાનું બીજી જગ્યાએ રોકાણ કર્યું હતું. તે રૃપિયા પરત આવ્યા નથી. પ્રતીકે અન્ય સાથે છેતરપિંડી કરી છે કે  કેમ, તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. જોકે, આરોપી પાસેથી  હજી એકપણ રૃપિયાની રિકવરી થઇ શકી નથી.



Source link

Related Articles

Back to top button