गुजरात

અમરેલીના કોવાયામાં સિંહના હુમલાનો ભોગ બનેલા યુવકના અંતિમ CCTV: વતન જવા નીકળ્યો ને મોત મળ્યું | Amreli Kovaya Lion Attack: Youth Heading Home Captured in Last CCTV Footage


Amreli Kovaya Lion Attack: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામે સિંહના ટોળા દ્વારા ઉત્તરાખંડના યુવકનો શિકાર કર્યો હતો. હવે મૃતક પ્રકાશચંદ્ર નામના યુવકના મોતના થોડા સમય પહેલાના અંતિમ સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા છે. જેમા મૃતક યુવક ખંભે સામાનની બેગ લટકાવીને વતન જવા માટે નીકળ્યો હતો અને સિંહના હુમલાનો શિકાર બન્યો હતો.

અમરેલીના કોવાયામાં સિંહના હુમલાનો ભોગ બનેલા યુવકના અંતિમ CCTV: વતન જવા નીકળ્યો ને મોત મળ્યું 2 - image

ખંભે બેગ લટકાવી વતન જવા નીકળ્યો હતો યુવક

એક ખાનગી કંપનીના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. જેમાં મૃતક યુવક પ્રકાશચંદ્ર  ખંભે સામાનની બેગ લટકાવીને વતન જવા માટે નીકળ્યો હતો. રસ્તામાં તે એક પાનના ગલ્લા નજીક ઊભો રહ્યો હતો અને ત્યાં સ્થાનિક લોકો સાથે વાતચીત પણ કરી હતી. આ વાતચીત બાદ તે આગળ વધ્યો અને રસ્તામાં જ સિંહના ટોળાએ તેના પર હુમલો કરી તેને ફાડી ખાધો હતો.

અમરેલીના કોવાયામાં સિંહના હુમલાનો ભોગ બનેલા યુવકના અંતિમ CCTV: વતન જવા નીકળ્યો ને મોત મળ્યું 3 - image

શ્વાન પગનો ટુકડો લઈ જતો હોવાના પણ ફૂટેજ મળ્યા

આ ભયાનક ઘટનાની ગંભીરતા દર્શાવતા અન્ય એક સીસીટીવી ફૂટેજ પણ ગઈકાલે સામે આવ્યા હતા. જેમાં એક શ્વાન મૃતક યુવકના કપાયેલા પગનો ટુકડો મોઢામાં દબાવીને જતો જોવા મળ્યો હતો. આ દ્રશ્યો સામે આવ્યા બાદ સ્થાનિકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. 

અમરેલીના કોવાયામાં સિંહના હુમલાનો ભોગ બનેલા યુવકના અંતિમ CCTV: વતન જવા નીકળ્યો ને મોત મળ્યું 4 - image

ત્યારબાદ વધુ એક ચોંકાવનારો વીડિયો પણ વાઈરલ થયો છે. જેમાં સિંહ ટોળું માનવ શિકાર કર્યા બાદ તેની મિજબાની માણી રહ્યું હોવાનું દેખાય છે. રસ્તા પરથી પસાર થઈ રહેલા એક ટ્રક ડ્રાઈવરે આ દ્રશ્ય જોયું હતું, પરંતુ તેણે કોઈ સામાન્ય પ્રાણીનો શિકાર હોવાનું સમજીને પોતાના મોબાઈલમાં વીડિયો શૂટ કરી લીધો હતો. પાછળથી ખબર પડી કે સિંહ કોઈ પ્રાણી નહીં પણ માણસને ફાડી ખાતા હતા.

હાલ 4 સિંહો પાંજરે પુરાયા 

આ ચકચારી અને ગંભીર ઘટના બાદ વનવિભાગ અને પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. સીસીટીવી ફૂટેજ અને વાઈરલ વીડિયોના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. વનવિભાગ દ્વારા આસપાસના વિસ્તારમાંથી 4 સિંહને પાંજરે પૂરવામાં આવ્યા છે. પાંજરે પુરાયેલા સિંહના સ્કેટ્સ (મળ) અને અન્ય વૈજ્ઞાનિક તપાસ દ્વારા કયા સિંહે યુવક પર હુમલો કર્યો હતો તેની ઓળખ કરવામાં આવશે. શિકારી સિંહની ઓળખ બાદ વન વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 



Source link

Related Articles

Back to top button