દૂષિતપાણી મુદ્દે કોંગી કાઉન્સિલરોનો હોબાળો | Congress councilors create ruckus over contaminated water issue

![]()
દૂષિતપાણીની સમસ્યાની રજૂઆત કરવા મુદ્દે વોર્ડ નંબર ૧૪ના કોંગી કાઉન્સિલરોએ કોર્પોરેશનની કચેરી ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો.
વોર્ડ નંબર ૧૪માં આવેલા કેટલાક વિસ્તારોમાં દૂષિત પાણીની ફરિયાદો ધણા સમયથી છે. દરમિયાન આજે આ વિસ્તારના કોંગ્રેસના બે કાઉન્સિલરો સ્થાનિક રહીશો સાથે દૂષિત પાણી ભરેલી બોટલો સાથે મ્યુનિ.કમિશ્નરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જો કે મ્યુનિ.કમિશ્નર સ્થાયી સમિતિની બેઠકમાં હોવાથી રજૂઆત કરવાને લઈ હોબાળો મચાવ્યો હતો.
કાઉન્સિલરોનું કહેવું છે કે નાનીછીપવાડ,મોટીછીપવાડ,વાડી, બાવરી કુંભારવાડા સહિતના અનેક વિસ્તારોમાં ગટર અને પાણીની સમસ્યા છે. લોકોના ઘરોમાં ગટર મિશ્રિત કાળા કલરનું દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું છે, જે પીવાલાયક નથી મ્યુનિ.કોર્પોરેશને રહીશોનો વેરો માફ કરવો જોઈએ.
આ દરમિયાન સિક્યુરિટી અને કાઉન્સિલરો વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. ત્યારબાદ મ્યુનિ.કમિશ્નરે રજૂઆત સાંભળતા મામલો થાળે પડ્યો હતો.


