दुनिया

‘ટ્રમ્પે દરેક પ્રકારના પૈંતરા અપનાવી લીધા…’, અમેરિકા સાથેની ડીલ અંગે મોજતબા ખામેનેઈનું મોટું નિવેદન | Iran US Deal: Supreme Leader Mojtaba Khamenei Reacts to MoU with Donald Trump



Iran and USA News : અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધ ખતમ કરવાની સમજૂતી પર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હસ્તાક્ષર કરી દીધા છે. ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાને પણ આ ડીલ પર સહી કરી છે. આ સમગ્ર ઘટનાક્રમ અંગે હવે ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. 

શું કહ્યું ખામેનેઈએ? 

મોજતબા ખામેનેઈએ કહ્યું કે અમેરિકા સાથે થયેલા MoU અંગે મારા મનમાં અમુક વાંધા અને શંકા હતી પણ તેમ છતાં મેં આ ડીલને મંજૂરી આપી દીધી. રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન અને વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓએ મને આશ્વાસન આપ્યું હતું કે આ સમજૂતીથી ઈરાનના હિતોની સુરક્ષા કરવામાં આવશે. 

મોજતબાએ કહ્યું કે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ઉત્સાહમાં આવીને આ એમઓયુને અસ્તિત્વમાં લાવવા માટે દરેક પ્રકારના દબાણ અને પ્રભાવનો ઉપયોગ કર્યો હતો. અમેરિકા સાથે કરારને લઈને મારો અભિપ્રાય જુદો હતો પણ ઈરાનના રાષ્ટ્રપતિ અને સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના અન્ય સભ્યોની પ્રતિબદ્ધતાને જોતા મેં તેની મંજૂરી આપી દીધી. 

અમેરિકાને ચોખ્ખા શબ્દોમાં ચેતવણી 

ખામેનેઈએ કહ્યું કે ભવિષ્યમાં અમેરિકા સાથે થનારી વાતચીતના ટીકાકારોને હું આશ્વાસન આપવા માગ છું કે અમે ભવિષ્યમાં પણ અમેરિકાને દૃષ્ટિકોણને સ્વીકારવાના નથી. જો અમેરિકા ભવિષ્યવામાં પણ અમારી સામે વધુ પડતી માગણીઓ મૂકશે તો તે અમે સ્વીકારીશું જ નથી.



Source link

Related Articles

Back to top button