दुनिया

ઈરાન ડીલ બાદ અમેરિકા-ઈઝરાયલ વચ્ચે બબાલ, જેડી વેન્સ ભડક્યા તો નેતન્યાહૂએ કર્યો વળતો પ્રહાર | US Israel Relations Worsen: JD Vance Criticizes Netanyahu Over Iran MoU Dispute



US Israel tension 2026 : અમેરિકાએ ઇરાન સાથે જંગ ખતમ કરવાની ડીલ શું કરી, અત્યાર સુધી જે ઈઝરાયલ સાથે મળીને તે યુદ્ધ લડી રહ્યું હતું, હવે તેને જ પોતાની તાકાત બતાવવાનું શરૂ કરી દીધું છે. ડોનાલ્ડ ટ્રમ્પ બાદ હવે અમેરિકન ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે ઈઝરાયલને આડે હાથ લીધું છે. 

અમેરિકા-ઈઝરાયલ વચ્ચે બોલાચાલી 

જેડી વેન્સે ગુરુવારે ઈઝરાયલને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, ઈઝરાયલે દુનિયામાં બચેલા પોતાના એકમાત્ર શક્તિશાળી ભાગીદાર (અમેરિકા)ને નારાજ કરવો જોઈએ નહીં. જોકે, આ દબાણ છતાં ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સાફ કરી દીધું છે કે તેઓ લેબેનાનમાં કબજો કરેલા વિસ્તારમાંથી પાછા હટશે નહીં.

‘હકીકત સમજો અને જાગી જાઓ’: જેડી વેન્સ

વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત કરતી વખતે જેડી વેન્સે ઈઝરાયલી કેબિનેટના સભ્યોને વાસ્તવિકતા સ્વીકારવા જણાવ્યું હતું. વેન્સે કહ્યું, “આ સમયે સમગ્ર વિશ્વમાં ડોનાલ્ડ ટ્રમ્પ જ એકમાત્ર એવા રાષ્ટ્રાધ્યક્ષ છે જે ઈઝરાયલ પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે અને સંજોગોવશાત તેઓ જ દુનિયાની સૌથી મોટી મહાસત્તાના પ્રમુખ પણ છે. જો હું ઈઝરાયલ સરકારની કેબિનેટમાં હોત, તો હું મારા એવા એકમાત્ર શક્તિશાળી સાથી પર હુમલો (ટીકા) ન કરત જે આખી દુનિયામાં મારી સાથે ઊભો છે.”

વેન્સે અમેરિકન કરદાતાઓનો ઉલ્લેખ કરતા વધુમાં ઉમેર્યું કે, “છેલ્લા ત્રણ મહિનામાં તમારા દેશની રક્ષા કરનારા બે-તૃતીયાંશ સંરક્ષણ હથિયારો અમેરિકાના લોકોએ બનાવ્યા છે અને તેનો ખર્ચ અમેરિકન કરદાતાઓએ ઉઠાવ્યો છે. ઈઝરાયલની સમસ્યા ડોનાલ્ડ ટ્રમ્પ નથી.” એક ઈન્ટરવ્યુમાં તેમણે ઈઝરાયલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઇતમાર બેન ગ્વિર અને નાણા મંત્રી બેઝાલેલ સ્મોટ્રિચનું નામ લઈને સવાલ કર્યો કે, “તમારી પાસે કયો ઉકેલ છે? તમારો 90 લાખ લોકોનો દેશ છે, તમે દરેક સુરક્ષા સમસ્યાનો ઉકેલ માત્ર લોકોને મારીને ન લાવી શકો.”

રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઈઝરાયલ પર વરસ્યા

બીજી તરફ, ખુદ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ લેબેનાનમાં હિઝબુલ્લાહ સામેના ઈઝરાયલી હુમલાઓમાં મોટી સંખ્યામાં થઈ રહેલા નાગરિકોના મોતને લઈને નારાજ છે. ફ્રાન્સમાં યોજાયેલી G7 સમિટ દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે, “જો બે ડ્રોન રણમાં પડે છે અને કોઈ નુકસાન નથી થતું, તો તમારે બેરૂતમાં આખી ઇમારતો જમીનદોસ્ત કરવાની જરૂર નથી. તેઓ આનાથી વધુ સારી રીતે વર્તી શકે છે.” આ સાથે જ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર લેબેનાન, હિઝબુલ્લાહ અને ઈઝરાયલ સહિત તમામ મોરચે સંપૂર્ણ સીઝફાયર (યુદ્ધવિરામ) પાળવાની અપીલ કરી છે.

અમે પાછા નહીં હટીએ: બેન્જામિન નેતન્યાહુ

અમેરિકા અને ઇરાન વચ્ચેના કરારમાં તમામ મોરચે સૈન્ય કાર્યવાહી ખતમ કરવાની વાત કહેવામાં આવી હોવા છતાં, ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ પોતાના વલણ પર અડગ છે. તેમણે સ્પષ્ટપણે જાહેર કર્યું છે કે, ઈઝરાયલ દક્ષિણ લેબેનાનમાં બનાવેલા પોતાના સુરક્ષા ક્ષેત્ર (કબજો કરેલી જમીન)માંથી કોઈપણ સંજોગોમાં પાછું હટશે નહીં. આ વલણના કારણે આગામી દિવસોમાં અમેરિકા અને ઈઝરાયલ વચ્ચેનો તણાવ વધુ વધવાની આશંકા છે.



Source link

Related Articles

Back to top button